રિસોર્ટમાં કામ કરતી 19 વર્ષિય યુવતા અંકીતાની હત્યા કરવા મા આવી ! મોટા ભાજપના નેતા ના દીકરા ની સંડોવણી….
હાલમાં જ ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ હત્યાના કેસમાં ભાજપના મોટા નેતાના દીકરાનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે જાણીએ કે, કઈ રીતે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.આરોપીએ યુવતીની એવી રીતે કરપીણ હત્યા કરી કે તમારું હૈયું કંપી જશે
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, 19 વર્ષની અંકિતા 18-19 સપ્ટેમ્બર સુધી ગુમ હતી. સોશિયલ મીડિયા પર ગુમ થયેલાની તરફેણમાં ઝુંબેશ ચાલી રહી હતી. જો કે હજુ સુધી મૃતદેહ મળ્યો નથી.પોલીસે આ કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો માલિક પુલકિત આર્ય હતો.
યુવતી ગુમ થયા બાદ રિસોર્ટના સંચાલક અને મેનેજર ભાગી ગયા હતા. આ દરમ્યાન હવે પોલીસે તે વિસ્તારના સીસીટીવી તપાસતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આરોપી ની ધરપકડ બાદ પોલીસે તેની હત્યા 18મીએ રાત્રે કરી હોવાનું ખુલ્યું છે. પોલીસ તપાસ દરમ્યાન વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સના રેકોર્ડિંગ દ્વારા તમામ નિવેદનો તપાસવામાં આવ્યા હતા. આરોપીઓએ જણાવ્યું હતું કે, તેઓ 18 સપ્ટેમ્બરે ઋષિકેશથી ફર્યા બાદ પોતપોતાના રૂમમાં સૂઈ ગયા હતા.
આ દરમ્યાન પોલીસે ઋષિકેશ જતા રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ વાતની પુષ્ટિ બેરેજ પર લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવી હતી. આમાં ચાર લોકો જતા જોવા મળ્યા હતા. પરંતુ, પરત ફરતી વખતે સીસીટીવીમાં માત્ર ત્રણ જ લોકો કેદ થયા હતા. આ પછી પોલીસે પુલકિત સહિત ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. કડકાઈથી પૂછપરછ કરી, પછી કહ્યું કે, રસ્તામાં કોઈ વાતને લઈને અંકિતા સાથે ઝઘડો થયો હતો.
આ પછી આરોપીએ અંકિતા ભંડારીને પહાડી પરથી ગંગા તરફ ધકેલી દીધી હતી. જો કે હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે.પોલીસ અને SDRFની ટીમો જિલ્લા પાવર હાઉસ પાસે શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 24 કલાકમાં મુખ્ય આરોપી પુલકિત આર્ય સહિત ત્રણ આરોપીઓની લક્ષ્મણ ઝુલા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.