GujaratSports

IPL માં ગુજરાતીઓ નો જલવો ! ખેડાના રિપ્પલ પટેલ માટે દિલ્હી ટીમે ચૂકવી એટલી કિમત જાણો તેમના વિશે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ અને દુનિયામાં લોકો ક્રિકેટ ના ઘણા ફેન છે. લોકોને ક્રિકેટ રમવી અને જોવી પસંદ છે. લોકો દ્વારા ક્રિકેટ અને તેના ખેલાડીઓ ને ઘણું મહત્વ આપવામાં આવે છે. ક્રિકેટ પ્રત્યે લોકોના આવા જ પ્રેમને જોઇને હાલમાં ક્રિકેટ પ્રેમીઓ માટે અલગ અલગ અનેક ફોરમેટ માં ક્રિકેટ નું આયોજન કરવામાં આવે છે.

જેમાં વનડે, ટી૨૦, ટેસ્ટ ક્રિકેટ અનેક ફોરમેટ નો સમાવેશ થાય છે. આ તમામ માં લોકોને IPLસૌથી વધુ પસંદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે IPL ના દિવાનાફક્ત દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે. લોકો દ્વારા IPL ની અલગ અલગ ટીમો ને સપોર્ટ કરવામાં આવે છે. આપણેસૌ જાણીએ છીએ કે IPL ની ટીમોમાં અલગ અલગ દેશના ખેલાડીઓ સાથે મળીને એક ટીમ માટે રમે છે.

આપણેસૌ જાણીએ છીએ કે હાલમાં આ IPLને લઈને બેંગ્લોર માં મેગા ઓક્શન ચાલી રહ્યું છે. અહી અલગ અલગ ટીમ પોતાની ટીમને વધુ બહેતર બનાવવા માટે અલગ અલગ ખેલાડીઓ ની બોલી લગાવે છે. જો કે આજ વખતેની IPL માં જાણે યુવાનો અને ખાસ કરીને ગુજરાતીઓ નો જલવો જોવા મળતો હોઈ તેવું લાગે છે. જણાવી દઈએ કે વધુ એક ગુજરતી ખેલાડી ને IPLની ટીમમાં સ્થાન મળ્યું છે.

જો વાત આ ખેલાડી અંગે કરીએ તો તેમનું નામ રિપ્પલ પટેલ છે કે જેઓ ગુજરાત ના ખેડાના નડિયાદ ના રહેવાસી છે. જો વાત રિપ્પલ પટેલ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ સામાન્ય ઘર માંથી આવે છે. જણાવી દઈએ કે આ સિઝનમાં તેમનો બેઝ પ્રાઈઝ રૂપિયા ૨૦ લાખ હતી અને આજ કીમતે ફરી એક વખત દિલ્હી કેપિટલ્સે તેમની ખરીદી કરી છે.

એટલે કે હવે રિપ્પલ દિલ્હીની ટીમમાં જોવા મળશે. જો વાત તેમની રમત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ખેડા જીલ્લા ક્રિકેટ એસોસીએશન તરફથી પોતાના ક્રિકેટ ની રમત શરુ કરી અને જે બાદ વર્ષ ૨૦૧૮ માં ડીવાય પાટીલ ટી૨૦ માં નેશનલ લેવલ પર પણ રમ્યા છે. આ ઉપરાંત વિજય હજારે અને સૈયદ મુશ્તાકઅલી ટ્રોફીમાં પણ તેઓ રમ્યા છે.

જણાવી દઈએ કે પાછલી તમામ મેચોમાં તેમનો દેખાવ ઘણો સારો રરહ્યો છે. રિપ્પલ પટેલ ના સિલેકશન થી પરિવારમાં ખુશીનોમાહોલ છે. અને માતાએ તેમને મોઢું મીઠું પણ કરાવ્યું જો વાત તેમના ipl ના પ્રદશન અંગે કરીએ તો તેમણે ૨ મેચ રમી છે અને ૨૫ રનબનાવ્યાં છે. તેમની સ્ટ્રીકરેત ૯૨.૬ ની રહી હતી. જયારે બોલિંગ ની વાત કરીએ તો તેમાં તેમણે ૩ ઓવરમાં ૨૨ રન આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!