રિષી કપૂરનાં નિધન પછી તેમની પાકિસ્તાનમાં આવેલ 102 વર્ષ જૂની હવેલીનો આવો નિર્ણય આવ્યો હતો.
પેશાવરના કિસ્સા ખાની બજારમાં ઋષિકપૂરનું પુસ્તાની ઘર છે, જે “કપૂર હવેલી” ના નામ થી જાણીતું છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પેહલા આ હવેલી બનેલી હતી, આ હવેલી પૃથ્વી રાજ કપૂરના પિતા અને ઋષિકપૂરના પરદાદા “દિવાન શેશ્વરનાથ કપૂરે “ 1918-1922 માં બનાવેલી હતી.પાકિસ્તાનમાં સ્થિત ઋષિકપૂરની પુસ્તાની હવેલીને લઈને મોટી ખબર સામેં આવી છે.૨૦૧૮ માં ઋષિ કપૂરે આ કપૂર હવેલીને મ્યુઝીયમ માં બદલાવવા માટે પાકિસ્તાન સરકારને નિવેદન કરેલુ.
અને આ નિવેદન પાકિસ્તાન સરકારે માન્ય પણ ગણેલું, પરંતુ હાલના રીપોર્ટસ પ્રમાણે પાકિસ્તાન સરકારે ફંડ ના પ્રોબ્લેમ ને લઈને હવે ઇનકાર કરી રહી છે.સરકાર હવેલીને લઈને એવી યોજના હતી કે, બહારના ભાગને સંરક્ષિત કરવામાં આવશે અને અંદરના ભાગ ને મરમત કરવામાં આવશે, પરંતુ આર્થિક મુશ્કેલીઓને લઈને હવે આ સરકાર હવેલીને મ્યુઝીમમાં ફેરવવાની જ ના પડે છે.
આ હવેલીમાં પૃથ્વીરાજ કપૂરના નાના ભાઈ ત્રિલોકી કપૂર અને દીકરા રાજકપૂર નો જન્મ થયેલો હતો, સાલ 1918માં આ હવેલીને બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું અને 1921 માં આ હવેલી તૈયાર થઇ ગઈ હતી. આ હવેલીમાં ૪૦ રૂમ હતા અને અંદરથી પણ ખુબજ ભવ્ય હતી.એક સમયે આલીશાન દેખાતી આ હવેલી હવે ખુબ જ જર્જિત થઇ ગઈ છે, આ હવેલી પાંચ માળની હતી ભૂકંપને કારણે તેમાં ઘણી બધી તીવારો આવી ગઈ હતી જેથી તેના ત્રણ માળને પાડી દેવામાં આવેલા, અને હવે બે માળની જ આ હવેલી રહી છે.
આ હવેલીના માલિક “રાઝી ઈસરાર શાહ” છે, એમનું કેહવું છે કે 80ના દશકમાં તેમના પિતાજીએ આ હવેલી ખરીદી હતી,આમ તો હવેલી અત્યારે ખાલી જ પડી છે, અહિયાં કોઈની અવર-જવર નથી.1947માં ભાગલા ના સમયે કપૂર ખાનદાન આ હવેલીને છોડીને જતા રહેલા.1990 માં રણધીર કપૂર અને ઋષિકપૂરને તેઓની પુસ્તાની હવેલીને જોવાનો અવસર મળેલો, તેઓએ તેમની સાથે હવેલીના આગણાની માટીને સાથે લાવેલા, જેથી તેઓ પોતાની વિરાસતની યાદી રાખી શકે.