પારિવારિક વિખવાદ વિષે પૂછવામાં આવેલ સવાલનો રીવાબાએ આપ્યો જવાબ !! કહ્યું કે “અહીં આપણે શેના માટે એકઠા….જુઓ વિડીયો
આ બ્લોગ દ્વારા અમે આપને વધુ માહિતી આપીએ. ન્યુઝ પોર્ટલ ને આપેલ ઇન્ટરવ્યુમાં રવિન્દ્ર જાડેજાના પિતાએ કહ્યું કે, મારા દીકરા રવિન્દ્ર જાડેજા કે તેની પત્ની સાથે કોઈ જ સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર બાદ બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહીં. એને ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, તો આજે અમારી આવી હાલત ન હોત.
વધુમાં તેમણે પોતાના પુત્રવધુ વિશે પણ કહ્યું કે લગ્ન બાદ
પુત્રવધુ કહ્યું કે બધું એમના નામે કરી દો, ઘરમાં ખટપટ કરીને પરિવારને નોખા કરવા લાગ્યા. તેને પરિવાર જોઇતો નથી, બધું સ્વતંત્ર જોઇએ છે. અમારા કોઈ સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી. રવિના સાસુ-સસરા બધો વહીવટ કરે સંભાળે છે અને દરેક વાતોમાં દખલગીરી કરે છે અને તેમને રવિની જરૂર નથી માત્ર તેના પૈસાથી જ મતલબ છે.
આ તમામ વાતો જાહેર થતા જ સૌ કોઈને આંચકો લાગ્યો છે, કહેવાય છેને કે ક્યારેક કોઈના મોઢે સાંભળેલું પણ સાચું નથી હોતું. આ ઇન્ટરવ્યૂ બાદ રવિન્દ્ર જાડેજા એ પણ પોતાના મનની વાત કરી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે,ચાલો સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુમાં જે કહેવામાં આવે છે તેને અવગણીએ. હાલમા અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમા જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે. આભાર.
હાલ સોશિયલ મીડિયા પર એક ખુબ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓને પરિવારના વિખવાદ વિષે સવાલ પૂછવામાં આવે છે તેનો જવાબ આપતા MLA રીવાબા જાડેજા જણાવે છે “આજનો આ માહોલ શેના માટે એકત્રિત થયા છીએ,એના માટે આપ વ્યક્તિગત સંપર્ક કરી શકો છો,આજનો ગુજરાત માટેનો આખા સમગ્ર ભારત માટેનો લોકસભાની ચૂંટણી પેહલા આટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે,મોદી હૈ તો મુમકીન હૈ.”
View this post on Instagram