Gujarat

રિક્ષામાં મેદાન સુધી લાવતા પિતાનું કેન્સરથી મૃત્યુ થયું પણ ક્રિકેટર દીકરીએ એમનું સપનું સાકાર કર્યું

ઘણા લોકો જીવન મા એવો સંઘર્ષ કરતા હોય છે કે જે જાણી ને આપણ ને પણ પ્રેરણા મળતી હોય છે ત્યારે આજે અમે તમને એવી જ એક દિકરી ની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે જીવન મા અથાગ પરિશ્રમ તો કર્યો છે પરંતુ સમાજ મા થતી ટીકાઓ પણ સહન કરી ને સફળતા મેળવી છે.

આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ તરન્નુમ પઠાણ છે જે મુળ વડોદરા ના અકોટા મા રહે છે અને તેને નાનપણ થી જ ક્રિકેટ રમવાનો શોખ હતો જે નાનપણ મા છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી પરંતુ બાદ મા સમજ આવી હતી કે મહીલાઓ ની અલગ ટીમ હોય છે બાદ તેણી એ BCA જોઈન કરી હતી. તરન્નુમ પઠાણ નુ કહેવુ છે કે તેવો એ અનેક વખત સમાજ અને લોકો ની ટીકા સહન કરી છે અના છતા પણ ક્રિકેટર રમવાનું ચાલુ રાખ્યુ છે.

તરન્નુમ પઠાણ નાનપણ થી જ છોકરા ઓ વચ્ચે રમતી હતી જેના કારણે તેની રમત મા ઘણો સુધારો થયો હતો પરંતુ તેને ક્રિકેટ ના ઘણા નિયમો ની જાણ નહતી જ્યારે તેણીએ 2005 મા BCA જોઈન કરી ત્યારે તેને નીયમો નો ખ્યાલ આવ્યો હતો. આ ઉપરાંત જ્યારે પ્રેકટીસ મા જતી ત્યારે તેની પાસે શુઝ ના હતા. બાદ મા કાકા ના મિત્ર એ તેને શુઝ ભેટ કરેલા અને સખત મહેનત બાદ 2008માં ઇન્ડિયાએ અંડર-19 અને 2010માં ઇન્ડિયાએ સિનિયર ટીમના કેમ્પમાં પસંદ થઇ હતી. 

તરન્નુમ પઠાણ ને ભારતની ટીમ માથી ત્રણ દેશો ની ટીમ સામે રમવાનો મોકો મળ્યો હતો. તરન્નુમ પઠાણ એક બોલીંગ ઓલરાઉન્ડર છે અને વડોદરા મહોલા ક્રિકેટર ટીમ ની સુકાની પણ હતી જયારે આ વર્ષની શરૂઆતમાં મહત્ત્વની સ્પર્ધા હતી ત્યારે તેના પિતાનું અવસાન થતાં મને આઘાત લાગ્યો હતો પણ મેં મકક્મતાથી બીસીએ વતી મેચો રમી હતી.

તરન્નુમ પઠાણ ના પિતાનું સપનું છે કે તે ભારત ની ટીમ માથી રમે અને આ માટે તેના પિતા એ ઘણો સપોર્ટ કર્યો હતો જ્યારે તેવો હયાત હતા ત્યારે રીક્ષા ચલાવતા અને ક્રિકેટ ક્લબ સુધી મુકવા અને લઈ જવાનુ કામ કરતા અને દીકરી નુ ખુબ ધ્યાન રાખતા. તરન્નુમ પઠાણ પિતા નુ સપનું પરુ કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે અને તને ઇરફાન પઠાણ નો પણ ઘણો સપોર્ટ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!