Gujarat

ભાઈ સાથે ફરવા ગયલે યુવક ઘરે પરત ના આવ્યો! સર્જાયો વિકરાળ અક્સમાત યુવક ફંગોળીને પડ્યો આ સમયે પિતાએ જે વાત કહી સાંભળી..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ એક હાલમાં અકસ્માતો ની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે આપણે જયારે પણ ફોન કે છાપુ જોઈએ ત્યારે અકસ્માત ને લગતી ઘણી ઘટનાઓ સામે આવે છે. અકસ્માત સર્જાવવાનું મુખ્ય કારણ વાહન ચાલકની વધુ ગતિ અને તેમનું ગફલત ભરેલું ડ્રાઈવિંગ છે. આપણે સૌ જાણીએ છીએ દેશમાં હિટ એન્ડ રન ના બનાવો વધી રહ્યા છે. કે જ્યાં લોકો અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ લઇ જવાના સ્થાને તેને મારવા માટે છોડીને ભાગી જાય છે.

હાલમાં આવાજ ગંભીર અકસ્માત વિશે માહિતી મળી રહી છે કે જ્યાં એક કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર એક યુવાનું મોત થયું છે જયારે અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આ અકસ્માત ની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત સુરતમાં પાલ RTO નજીક અન્નપૂર્ણ મંદિર પાસે વળાંકમાં સર્જાયો હતો કે જ્યાં એક તેજ રફતાર ગાડીએ એક બાઈકને ટક્કર મારી હતી,

જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા યુવક અંગે કરીએ તો તેનું નામ ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા કેજે સુરતના પાલ અડાજણ શારદા રો-હાઉસ નો રહેવાશી હતો તથા એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતો હતો, તે અકસ્માત ને કારણે હવામાં ઉચે ફંગોળાણો અને જમીન પર પડતા પથ્થર સાથે ટકરાવવાથી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. જો વાત ભાવેશ ના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે તે પાલિકા અધિકારીના એકના એક પુત્ર હતો.

જણાવી દઈએ કે ભાવેશના પિતા કે જેમનું નામ પ્રમોદભાઈ જરીવાલા છે તેઓ પાલિકાના ઉધના ઝોનમાં અધિકારી છે, જ્યારે ભાવેશની માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં કાર્યરત છે. જો વાત કરીએ અકસ્માત પહેલાની ઘટના અંગે તો જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ભાવેશનો પિત્રાઈ ભાઈ  કિમથી આવ્યો હતો તેઓ ઘરકામનો થાક ઉતારવા બાઇક લઈ ફરવા નીકળ્યો હતા તેવામાં આ અકસ્માત સર્જાયો. જેમાં ભાવેશના પિત્રાઈ ભાઈને પણ ઘણી ઈજા પહોચી છે.

જણાવી દઈએ કે યુવાન પુત્રની મોતના કારણે માતા પિતા ઘણા દુખી છે તેમની આંખ માંથી આંસુ શુકતા નથી. જણાવી દઈએ કે અકસ્માત ની ઘટનાને 60 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. છતાં પણ પોલીસ દ્વારા તે ગાડી ચાલકની ઓળખ થઇ નથી. હાલમાં માતા પિતા પુત્રની મૃત્યુ બાદ ન્યાય ની માંગણી કરી રહ્યા છે મૃતકના પિતાએ પ્રમોદભાઈ જરીવાલાએ જણાવ્યું કે પાંડેસરા માં જે રીતે માતા અને દીકરીના રેપ અને મર્ડરના કેસમાં પોલીસે 56 સેકન્ડના CCTVમાં આરોપીની કારની ઓળખ કરી આરોપીને ફાંસીની સજા આપવી તેવીજ રીતે સુરત પોલીસ મારા દીકરાને મારનાર ને પણ સજા આપાવે.

ઉપરાંત મૃતકના પિતાએ ભાવુક થતા કહ્યું કે તેઓ યુવાન પુત્રના લગ્નના સપના જોતા હતા પરંતુ કોને ખબર હતી કે આ સપનું અધૂરું રહી જશે આમ પુત્રની મૃત્યુથી વ્યાકુળ પિતા આક્રંદ કરી રહ્યા છે. જો કે જણાવી દઈએ કે હાલમાં અકસ્માત ની ઘટનાને લઈને એક સીસીટીવી વીડિઓ પણ સામે આવ્યો છે આ વીડિઓ માં જોઈ શકાય છે કે કેવી રીતે એક તેજ રફતાર ગાડી બાઇકને અડફેટે લે છે અને તેજ રફતારે સંજીવ કુમાર ઓડિટોરિયમ તરફ આગળ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!