પાવાગઢ દર્શન ને જતા ત્રણ મિત્રો ના રોડ અકસ્માત ના કમકમાટીભર્યા મોત નિપજ્યા! એકનુ જન્મ દિવસના દિવસે જ મોત…
રાજ્ય મા રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માત ની ઘટના ઓ બની રહી છે જેમા આપણી નાની એવી ચુકનુ ગંભીર પરિણામ ભોગવવું પડતું હોય છે ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે જેમા ત્રણ મિત્રોના ડંફર અડફેટે આવી જતા ત્રણેય ના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા અને આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેવો પાવાગઢ દર્શન માટે જતા હતા.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો મુજબ વડોદરા હાલોલ રોડ પર ડફંર અને બાઈક વચ્ચે એક ભયંકર અકસ્માત ની ઘટના બની હતી જેમા બાઈક સવાર ત્રણ મિત્રો વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર અને જયેન્દ્ર પટેલ નામના ત્રણેય મિત્રો ન મોત થયુ હતુ. ઘટના ની જાણ થતા જ પોલિસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે ઘટના નો ભોગ બનનાર સહીત કુલ 5 મિત્રો આજે સવારે પાવાગઢ દર્શને જવા નીકળીયા હતા ત્યારે આ ઘટના બની હતી. મૃતક યુવકોમાં એક દેવાગઢ બારીયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો. મૃતકો પૈકી રોનક પરમાર વડોદરામાં માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો.
ઘટના ની જાણ થતા જ સમગ્ર પથંક મા અરેરાટી મચી ગઈ હતી અને મૃતકો ના સગા વહાલા દોડી આવ્યા હતા અને સગાઓ ના રુદન થઈ સમગ્ર વાતાવરણ ગણગીન બની ગયું હતુ. આ ઘટના મા મૃત્યુ પામેલ રોનક ધનભાઈ પરમારનો આજે જન્મ દિવસ હતો અને આજે જ મોત થતા પરિવાર શોક મા ગરકાવ થય ગયો હતો. મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો ની ઉમર 20 વર્ષ જાણવા મળેલ છે.