Gujarat

સાતમ આઠમના તહેવાર વચ્ચે અંબાલાલ નો ગડગડાત!! આવનારી 72 કલાકને લઈને કરી આ આગાહી….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોનો સૌ કોઈ આનંદ માણી રહ્યા છે, હાલમાં જ તહેવારો વચ્ચે અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે .આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદની થઈ શકે છે.

હવામાનાના નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, તેમને કહ્યું છે કે આગામી 72 કલાકમાં જ પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરુ થશે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમા આરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, ખેડા અને આણંદમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ભારે પવનથી ખેડૂતોએ પાક માટે સાવચેતી લેવા આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે તા 12 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, દાહોદ, ગોધરામા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હિંમતનગર, ધનસુરા, બાયડમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!