આ ગુજરાતી યુવાનને અમેરીકા ની કોર્ટે ત્રણ વર્ષ ની જેલ અને અઢી લાંખ નો દંડ ફટકાર્યો ! કારણ જાણશો તો….
હાલ ના સમય મા વિદેશી મુરતીયા ના ચક્કર મા ઘણી યુવતિઓ ફસાતી હોય છે ત્યારે આવી જ એક ઘટના મા એક યુવતી ફસાઈ હતી અને પાંચ વર્ષ સુધી અમેરીકા મા એકલા હાથે ન્યાય માટા જજુમી હતી અને આખરે ન્યાય મળ્યો હતો જેમા મુળ ગુજરાત ના સાધલી ગામના યુવકને અમેરિકાની ન્યુજર્સી અદાલતે ત્રણ વર્ષની જેલ અને અઢી લાખ ડોલરના દંડ સુધીની સજાને પાત્ર ઠેરવ્યો હોવાની માહિતી બહાર આવી છે.
ઘટના અંગે વિગતે વાત કરીને તો અમિતે અમેરિકા જઇ શહેર નજીકના ગામની ન્યુ જર્સી રહેતી યુવતી સ્વીટી (નામ બદલ્યું છે) સાથે સોશિયલ મિડીયા થકી સંપર્ક કરી મિત્રતા કેળવી હતી. જે પ્રેમમાં બદલાતા લગ્નનું વચન આપી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. અગાઉ કરેલા લગ્નનો ડીવોર્સ કેસ પત્યા બાદ લગ્ન કરવાનુ વચન આપ્યું હતું. અમિતે સાધલી મા રહેતા પિતા કનુભાઈ અને માતા લીલાબેન સાથે વિડિયો કોલથી વાત પણ કરાવી હતી. બંનેએ મંજુરી આપી હતી. ત્યાર બાદ સ્વીટી ગર્ભવતી બની હતી.
સ્વીટી ગર્ભવતી થયા બાદ સ્વીટી ને અમિત નુ વર્તન બદલાઈ ગયુ હતુ અને ગર્ભપાત થાય તેવી ગોળી ખવડાવી હતી જયારે 2016 મા સ્વીટી એ પુત્ર ને જન્મ આપ્યા હતો. પોતાના દીકરા ના ભવિષ્ય નુ વિચારો સ્વીટી બધુ સહન કરતી રહી જયાર બાદ સ્વીટી ને માલુમ પડ્યું હતુ કે અમિતે આ અગાવ પણ અમેરીકા મા બે લગ્ન કરેલ જે વાત સ્વીટી થી છુપાવી હતી
જયારે પુત્ર 8 માસ નો થયો ત્યારે અમિતેકોર્ટમાં લઇ જઇ બાળકને બતાવવા ભારત લઈ જવાનું કહી કોર્ટમાંથી કામચલાઉ કસ્ટડી મેળવી હતી. ડીએનએ ટેસ્ટને બહાને ભારત લઈ ગયો હતો અને સ્વીટી નો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતુ જયારે આ અંગે સ્વીટી એ ન્યુજર્સીના પોલીસ મથકે અમિત સામે પુત્રના અપહરણની ફરિયાદ કરી હતી.
બાદમાં ફેમિલી કોર્ટમાંથી અમિત પાસેની બાળકની કસ્ટડી રદ થવા છતાં અમિત બે વર્ષ સુધી બાળકને લઈ અમેરિકા નહિ આવતા અમેરિકાની સર્વોચ્ય એજન્સી એફબીઆઇ પાસે સ્વીટી પુત્રનો કબજો મેળવવા પહોચતાં એફબીઆઇના પ્રયત્નોથી અમિતને બાળક સાથે ઓકટોબર 2020માં ઝડપી અમેરિકા પ્રત્યાપર્ણથી લવાયો હતો.
જયારે આ અંગે અદાલતે 22 જુલાઇ 2022એ અમિતને ત્રણ વર્ષ સુધીની સજા અને અઢી લાખ ડોલરના દંડની સજાને પાત્ર ઠેરવ્યો હતો. કાયદાની આંટીઘૂંટીનો લાભ લઇ લંડનથી પુત્રને પાછો સાધલી દાદા-બા પાસે મોકલાયો છે. અમેરિકી કોર્ટના ચુકાદા બાદ માતા સાથે ભેટો થશે એવી આશા સ્વીટીએ વ્યક્ત કરી છે.