સાગરદાન ગઢવીએ મોગલધામ ખાતે માયાભાઇ આહીર પાસે નવી કારનું પૂજન કરાવ્યું, માયાભાઇએ લીધી સવારી… જુઓ વિડીયો
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર સાગરદાન ગઢવીએ સોનલ બીજના શુભ દિવસે ફોરચ્યુનર કાર ખરીદી હતી. આ ખુશ ખબર તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને જણાવી. સૌ કોઈ ચાહકોએ સાગરદાન ગઢવી ને શુભકામનાઓ પાઠવી છે.
સાગરદાન ગઢવી એ પોતાની લકઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલમાં ફોર્ચ્યુનર કારને એડ કરી છે તમને જણાવી દઈએ કે , આ કારની બજાર કિંમત ૩૧ લાખથી ૫૧ લાખ રૂપિયા છે. સાગર દાન ગઢવી બ્લેક કલરની ફોરચ્યુનર કાર લીધી છે અને આ કારની રીલ તેમને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, વ્યક્તિ જ્યારે કોઈપણ નવી વસ્તુઓની ખરીદી કરે છે, ત્યારે તે પોતાના ગુરુ, સંત કે પોતાના-માતા-પિતા પાસે તે વસ્તુનું પૂજન અર્ચન કરાવે છે. સાગર દાન ગઢવીએ પણ પોતાની ફોર્ચ્યુનર કારનું પૂજન અર્ચન કરાવવા માટે મોગલ ધામ ખાતે લોકપ્રિય સાહિત્યકાર માયાભાઈ આહીર પાસે પહોંચ્યા હતા.
ખરેખર એટલું ચોક્કસ કહી શકાય કે સાગરભાઈને માયાભાઈ સાથે અતૂટ લગાવ હશે અને સાગરભાઈ માયાભાઈને પોતાના આદર્શ માનતા હશે જેથી તેમણે પોતાની આલીશાન કારનું પૂજન માયાભાઈના હસ્તે કરાવ્યું. આ વિડીયોમાં જોઈ શકશો કે માયાભાઈ પોતાના હસ્તે કાર પર મોતાજીનું ત્રિશુળ અંકિત કરે છે અને ત્યારબાદ કારનું પૂજન અર્ચન કરે છે અને કારનું પૂજન કર્યા બાદ સાગર ગઢવી સાથે કારની સવારી કરી હતી અને ત્યારબાદ માયાભાઈ એ સાગર ગઢવીનું મોઢું મીઠું કરાવ્યું અને છાલ ઓઢાડીને સન્માન કરેલું.
સાગરદાન ગઢવી હાલમાં સફળતાના શિખરે પહોંચી રહ્યા છે, જેનું આ પરિણામ છે. તેમના ભજનો અને ગીતો દ્વારા તેમણે ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. તેમનું ‘હું મુક્તિનો ચાહક છું’ ભજન ખૂબ જ લોકપ્રિય છે. આ ભજનને યુટ્યુબ પર કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.સાગરદાન ગઢવી એ શૂન્ય માથી સર્જન કર્યું છે. તેમને અનેક આલ્બમ સોંગ પણ ગાયેલા છે અને લોક ડાયરામાં પણ પોતાની ઓળખ બનાવીને ગુજરાતીઓના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. સાગરદાન ગઢવીની ગાયકીમાં અનોખો સ્વર અને ભાવ છે. તેમની ગાયકી લોકોના હૃદયને સ્પર્શી જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.