Gujarat

સાળંગપુર ભીંતચિત્ર મામલે બોલ્યા પુષ્પેન્દ્ર મહારાજ ! કહ્યું “પ્રણામનો અર્થ એ નથી કે શાષ્ટાન દંડવત પ્રણામ કરે છે…..

વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો સાળંગપુર ભીંતચિત્ર વિવાદનો મધપૂડો ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે અનેક એવા મોટા મોટા સંતો તથા મહંતો હાલ આ મામલે વિરોધમાં આવ્યા છે, સંતો મહંતો તો બરોબર છે પરંતુ લોકસાહિત્યકારો તથા અમુક કલાકારો પણ આ વિવાદના મેદાનમાં ઉતરી ગયા છે,એવામાં સાળંગપુર ધામ તથા કુંડળધામની અંદરથી તો ભીંતચિત્રો તથા મૂર્તિઓ મળી જ આવી હતી, જેને લઈને લોકો હાલ રોષે ભરાયા છે.

એવામાં આ વિવાદને લઈને પુષ્પેન્દ્ર મહારાજે પણ આ વિવાદને લઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે જેમાં તેઓએ કહ્યું હતું કે “સ્વામિનારાયણ મહારાજ જે ભક્તિમાતા અને ધર્મદેવના પુત્ર છે, હનુમાનજી મહારાજ ભક્તિમાતા તથા ધર્મદેવના કુળદેવો છે, કુળદેવો એટલા માટે છે કારણકે અમે લોકો ધર્મકુળ અયોધ્યાવાસી તરીકે ઓળખાયે છીએ.અનાદિકાળથી ભગવાન શ્રી રામ ચંદ્ર સાથે અમારો નાતો રહ્યો છે તેમના જ દાસ હનુમાનજી મહારાજ છે,તે ભગવાન છે તે ભગવાન નથી સાધુ છે સન્યાસી છે આ વાતની સ્પષ્ટતા કરવાની જરૂર જ નથી.”

પુષ્પેન્દ્ર મહારાજે આગળ જણાવ્યું હતું કે “સાળંગપુર કષ્ટભંજન દાદાનું મોટું સ્વરૂપની રચના થઇ તેની નીચે અનેક આકૃતિ બનાવામાં આવી છે જેમાં એક ઠેકાણાની એક જગ્યાએ નીલકંઠવર્ણી અંદર વિચરણ કરતા હતા 11 વર્ષની આયુ હતું એવામાં અનેક એવો સમય આવતો જયારે તેમને ભોજન પ્રાપ્ત ન થતું તો ધર્મદેવના કુળદેવ હોવાને કારણે જયારે જયારે જરૂર પડી ત્યારે હનુમાનજીએ તેમની રક્ષા કરી છે જમાડેલ છે, નીલકંઠ દેવ માતા પાર્વતીએ પણ આવીને ભગવાન ઘનશ્યામ મહરાજને જમાડેલ છે.”

“હું એટલું જ કઈશ હનુમાનજી મહારાજ એટલા બધા દયાળુ છે કે સામાન્યમાં સામાન્ય વ્યક્તિને જરૂર પડે છે ત્યારે તેઓ હાજર થાય છે, એટલા મોટા દેવ છે કે તેમની અંદર એ વિવેક વાણી અને વર્તન છે કે એક 12 વર્ષના વયના બ્રહ્મચારી સાધુ વિષે વનમાં ફરતા હોય અને તેમને પ્રણામ કરી તેમને જમાડે છે, પરિણામનો અર્થ એ નથી કે શાષ્ટાન દંડવત પ્રણામ કરે છે આ માટે જ આટલા બધા વાંધા પડી રહ્યા છે, પ્રણામ કરવા એ સંસ્કૃતની અંદર જાણી લેજો કોઈ બ્રહ્મચારી કોઈ સાધુ વેશમાં કોઈ તપસ્વી વેશમાં તેને કેવી રીતે આદર આપે તે જાણી લેજો.”

“આ સિવાય જેના કુળદેવ છે હનુમાનજી મહારાજ એવા ધર્મદેવ ને ભક્તિમાતા તેમના સામે જો હનુમાનજી હાથ જોડીને ઉભા છે અથવા ધર્મદેવ અને ભક્તિમાતા હનુમાનજીને હાથ જોડીને ઉભા છે અથવા કોઈ અન્ય ભગવાનના આવતાર જેમાં ભગવાન રામચંદ્રજી શિવ ભગવાન સામે હાથ જોડીને ઉભા છે અથવા શિવ ભગવાન રામચંદ્રજીના હાથ જોડીના ઉભા છે તેનો અર્થ એ નથી થતો કે આ ઉંચા છે આ નીચા છે,જેને વિવેક નથી ખબર જે કશુંજ નથી જાણતા અને ખાસ કરીને જે લોકો મફતમાં ઇન્ટરનેટ મળી ગયું છે અને કશું જ કાર્ય કર્યા વગર વગર શ્રમ કરે પોપ્યુલર થવાનો માર્ગ મળ્યો છે કે સનાતન લેટેસ્ટ વિચારધારાનો પૂર જોર ચાલી રહ્યો છે.”

“એ જોરની અંદર તમારો પણ સમન્વય થઇ રહ્યો છે તમે પણ સનાતન સંસ્કૃતિને નાશ કરવા બેઠા છો આ વાંધા ઉપાડી ઉપાડીને બોવ જ વાંધો હોઈ તો આખું લિસ્ટ છે અન્ય સંપ્રદાયો અન્ય માન્યતાઓ આપડી સંસ્કૃતિ વિશે કેવું કેવું બોલે છે તમે ત્યાં જઈને વિરોધ કરશો તોજ તમારી વીરતા દેખાશે.જય સ્વામીરનારાયણ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!