સાળંગપુર વિવાદ મામલો વધુ વકર્યો, કુંડળધામમાં ભીતચિત્ર જેવી જ મૂર્તિઓ મળી આવતા રોષ વધ્યો…. જાણો
હાલમાં પવિત્ર યાત્રાધામ સાળંગપુર ધામ વિવાદના વંટોળથી ઘેરાયેલું છે. મોરારી બાપુ સહિત અનેક સાધુ સંતો મેદાનને આવ્યા છે. સૌ કોઈએ હનુમાજીના અપમાન અંગે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. એક તરફ સાળંગપુર ધામની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે બોટાદના કુંડળ ધામની એક મૃતી અંગે વિવાદ શરૂ થઈ રહ્યો છે.
વાત જાણે એમ છે કે, બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિરના સાનિધ્યમાં જે હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે. જેમાં હનુમાજી નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. આ કારણે અનેક ધર્મ ગુરુઓ અને હિન્દુ સંગઠનોમાં આ બાબતે ભારે રોષ વ્યાપ્યો છે.
એક તરફ ભીંતચિત્રોને લઇને વિવાદ સર્જાયો છે. જેમાં એક ભીંતચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણને બે હાથ જોડી વંદન કરતા દર્શાવાયા છે. સાથે જ વિશાળ મૂર્તિમાં હનુમાનજીને કપાળે જે તિલક બનાવાયું છે તેને લઈને વિવાદ શરૂ થયા છે, ત્યારે હવે કુંડળધામ પણ વિવાદમાં ઘેરાઈ ગયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.