સાળંગપુર ભીંતચિત્ર વિવાદનો આવ્યો સુખદ અંત ! સૂરજની પેહલી કિરણ પડતા પેહલા ભીંતચિત્રોને હટાવાયા….
મિત્રો તમને ખબર જ હશે કે હાલના સમયની અંદર સાળંગપુર ભીંતચિત્ર મામલો આગની જેમ સળગી રહ્યો હતો,એવામાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા તથા ન્યુઝ ચેનલોના માધ્યમોથી અનેક એવા મોટા મોટા સમાચાર સામે આવ્યા હતા. તમને ખબર જ હશે કે આ વિવાદને પગલે અનેક સાંધુ સંતો તથા મહંતો આ બાબતે કૂદી પડ્યા હતા એટલું જ નહીં યુવાનો પણ રોષે ભરાયા હતા. એવામાં હાલ હવે આ વિવાદનો અંત આવ્યો છે.
આવું અમે એટલા માટે કહી શકીએ છીએ કે સાળંગપુરમાં રાખેલ હનુમાનજીની ઊંચી મૂર્તિની નીચે લગાવામાં આવેલ ભીંતચિત્રને હાલ હટાવ લેવામાં આવ્યા છે,રવિવરના રોજ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા વિશ્વ હિન્દૂ પરિષદની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ ભીંતચિત્રોને હટાવી લેવામાં આવશે, આ બાદ મંદિરમાં રહેલ તમામ ભક્તોને બહાર મેકલીને આ ભીંતચિત્રોને હટાવાની કામગીરી ક્રમ આવી હતી.
વડતાલ સ્વામીએ કહ્યું હતું કે તેઓની VHP સાથે બેઠકે થઇ હતી જેમાં સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં સ્વામીનરાયણ સંપ્રદાયના સાહિત્યની અંદર જે વાક્યો છે તે અંગે સમિતિ જલ્દીથી નિર્ણય કરશે જ્યારે ભીંતચિત્રોને દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, એટલું જ નહીં આ વિવાદ મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી હતી જેમાં મહત્વની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
સ્વામીનરાયણ સંપ્રદાયના સંતો દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે આ પ્રકારનો ઝગડો આગળ નહીં વધે અને ભવિષ્યની અંદર પણ આવા પ્રકારનો વિવાદ નહીં થાય, આની ઉપરાંત શાંતિ તથા સૌ કોઈની સલામતી જાળવી રાખવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.આમ આ રીતે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે જે ખુબ સારી વાત કહેવાય, એવામાં એમ પણ જાહેરાત થઇ છે કે આ અંગે હવે કોઈ વિવાદિત નિવેદનો આપે નહિ તેવો ઠરાવ પસાર થયો છે.