સાળંગપુર વિવાદ મામલે એડવોકેટ મેહુલ બોઘરા ભારે ગુસ્સે થયા ! કીધુ કે “બે હાથ જોડી ને…
વર્તમાન સમયની અંદર જો વાત કરવામાં આવે તો સાળંગપુર વિવાદ ધીરે ધીરે આગ પકડતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ અનેક સંતો તથા મહંતો આ વિવાદને લઈને મેદાનમાં ઉતરી ગયા છે, એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ આ આગ એટલી બધી ભડકી ઉઠી છે કે લોકો પણ ભારે ગુસ્સામાં જોવા મળી રહયા છે, એવામાં વાત કરીએ તો સોશિયલ મીડિયા પર અનેક એવા ભડકાઉ વિડીયો પણ સામે આવી રહ્યા છે જેને ધ્યાનમાં લઈને અનેક લોકો આ આગ વધારે ન ભડકે તે માટે થઈને લોકોને સમજાવી રહ્યા છે.
એવામાં પ્રખ્યાત એડવોકેટ એવા મેહુલ બોઘરાએ પોતાનું નિવેદન આપ્યું છે જેમાં તેઓ જણાવે છે કે “નમસ્કાર, આપણે જે ફેસબુક પર ગંધ મચાવી છે, ફેસબુક ખોલવાની ઈચ્છા નથી થતી, ધર્મના નામે આપણે સૌ કોઈ આંતિરક લડાઈ કરવામાં વ્યસ્ત છીએ ત્યારે મને એવું થયું કે થોડો ઘણો પણ લોકોને ફર્ક પડતો હોય તો મારો આ વિડીયો સકસફુલ માનીશ, ધર્મની લડાઈમાં કોઈ જગ્યા એ આપડે માણસાઈ માનવતાનો ધર્મ નેવે મૂકી રહ્યા છીએ, કોઈપણ વ્યક્તિ ભગવાન તેના કર્મથી બને છે ધર્મથી નહીં.”
તેઓ આગળ જણાવે છે કે “દરેક ભગવાને મનુષ્ય અવતાર ધારણ કર્યો છે મનુષ્ય અવતાર ધારણ કર્યા બાદ તેમના કર્મથી તેઓ ભગવાન બન્યા છે, તે ભગવાન શ્રી રામ હોય,કૃષ્ણ હોઈ સ્વામીનરાયણ હોય, હનુમાનજી હોય કે જલારામ બાપા હોય.આપણે દરેક વ્યક્તિને કર્મથી ભગવાન બનાવીએ છીએ જયારે એક કુટુંબમાં આંતરિક વિખવાદ થાય ને ત્યારે તેનું સમાધાન બંધ બારણે થઇ જવું જોઈએ.જયારે તે ઝગડાઓ બાર પોહ્ચે ને ત્યારે ત્રાહિત પક્ષકારો એની મજા લે છે એટલું યાદ રાખજો.”
“જયારે સનાતન હિન્દૂની વાત કરીએ છીએ ને ત્યારે સનાતન હિન્દુમાં આંતરિક વિખવાદો કરી રહ્યા છો એનો લાભ હમેશા ત્રાહિત પક્ષકારો લેશે અત્યારે કેવું થઇ રહ્યું છે હું સોશિયલ મીડિયામાં જોઈ રહ્યો છું, ઘણા બધા લોકસાહિત્યકાર આડે આવીને મનફાવે એવી ટિપ્પણી કરી રહ્યા છે,વસ્તુઓ સમાધાનના રૂપમાં થાય છે, માત્રને માત્ર થોડી ઘણી વ્યવને લોકચાહના માટે ધર્મને વધારે વિખવાદ નાખવામાં આવી રહ્યો છે. હંમેશા તમારા ધર્મમાં કોઈ વિખવાદ થયો છે ને તો એને ડામવાનો પ્રયત્ન કરો એ વિખવાદને વધારે ફેલાવાનો પ્રયત્ન ના કરો.”
“મારે સનાતન તમામ ગુરુજુનોને વિંનતી છે કે આ વિખવાદને વિખોળો ના આનો અંત લાવો અને બે હાથ જોડીને વિંનતી છે કેમ કે આમ હમેશા હિન્દૂ ધર્મની બદનામી થાય છે,સવારે ઉઠીને એક જ વસ્તુ જોઈએ છીએ ને તો મારી જેવા જે લોકો છેને જેના મંદિરની અંદર સ્વામીનરાયણનો ફોટો છે,જેના મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો પણ ફોટો છે જેના મંદિરની અંદર હનુમાનજીનો પણ ફોટો છે અને ભગવાન શ્રી રામનો પણ ફોટો છે એમની લાગણી દુભાઈ છે અને ફરી એક વખત કહું છું કે માણસ પોતાના કર્મને લીધે ભગવાન બને છે.”
View this post on Instagram