Gujarat

સાળંગપુર વિવાદ મામલો વધુ ગરમ થયો ! સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે આપ્યું વિવાદિત નિવેદન તો થઇ ફરિયાદ, કહ્યું હતું કે “મહાદેવ અને હનુમાનજી….

વર્તમાન પત્રો તેમ જ સમાચાર દ્વારા કે ઓનલાઇન મીડિયા દ્વારા તમને સાળંગપુર મંદિર વિવાદ અંગે તો જાણ થઇ જ ગઈ હશે, જી હા મિત્રો થોડા દિવસોથી સાળંગપુર મંદિરમાં બનાવામાં આવેલ ભગવાન હનુમાનજીની મૂર્તિને લઈને ભારે વિવાદ સર્જાર્યો છે, તમને જણાવી દઈએ કે આ વિવાદ ભગવાનની મૂર્તિને લીધે નહીં પરંતુ મૂર્તિની નીચે કોતરવામાં આવેલ ભાતચિત્રોને લઈને થયો છે, થોડા દિવસો પેહલા સોશિયલ મીડિયા પર આ ભાતચિત્રોની તસવીરો ખુબ વાયરલ થઇ હતી.

આ ભાતચિત્રની અંદર જોવા મળી રહ્યું છે કે ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ રૂપી ચીતરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, બંને ભાતચિત્રોમાં તમે જોઈ શકો છો કે એકમાં હનુમાનજી નીચે બેસેલા જોવા મળી રહ્યા છે જયારે બીજા ભાતચિત્રની અંદર સહજાનંદ સ્વામીને હનુમાનજી પ્રણામ કરતા હોય તેવું ચિત્ર બનવામાં આવ્યું છે, આ વાતે હવે રાજ્યમાં ભારે આગ પકડી છે, મોટા મોટા સંતો મહંતો આ વાતના વિરોધમાં આવ્યા છે અને પોતાના પોતાના નિવેદન આપી રહ્યા છે અને પોતે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે.

એવામાં મહાન કથાકાર એવા મોરારી બાપુએ પણ આ વિવાદ પર ભડક્યા હતા અને ઘણી એવી વાતો કહી હતી એટલું જ નહીં કબરાઉ મોગલ ધામના બાપુએ પણ આ વિવાદને લઈને આકરા પ્રહારો કર્યા હતા.આ વિવાદને લઈને વધુ એક મોટી માહિતી હાલ સામે નીકળી આવી છે જેના વિશે જાણીને સૌ કોઈના મનોમાં વધુ રોષની આગ ઉભી થઇ હતી,એવામાં સ્વામિનારાયણના સંતો સામે સનાતન ધર્મ સેવાના સભ્યોએ સિહોર પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહીની માંગ કરતી અરજી કરવામાં આવી હતી.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે સનાતન ધર્મ સેવાના સભ્યોએ જયારે આ ભાતચિત્રોના વિવાદને લઈને સ્વામિનારાયણ મંદિરના સાધુઓની મુલાકાત લીધી હતી ત્યારે આ વિવાદ અંગે સ્વામિનારાયણ મંદિરના સંતોને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા જેમાં તેઓએ એવો જવાબ આપ્યો હતો કે સૌ કોઈ ચોંકયુ જ હતું. વિવાદ અંગે પ્રશ્ન પૂછતાં સ્વામિનારાયણના સંતોએ કહ્યું હતું કે “ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં મહાદેવ અને મહાબલી હનુમાનજી 24 કલાક ખડેપગે હાજર રહેતા” આવી વાત સ્વામીનરાયણ સંતોએ કહી હોવાનું હાલ રિપોર્ટના માધ્યમથી સામે આવ્યું છે. આ વાત સાંભળતાની સાથે જ સનાતન ધર્મના સભ્યો રોષે ભરાયા હતા અને આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.

નોંધ : મિત્રો આ સમાચારની અંદર કેટલી હકીકત છે કે તે સાચ્ચા જ છે તે અંગે કોઈ પ્રકારની પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાતી અખબાર” કરતું નથી, આ સમાચાર કોઈ ખાસ માધ્યમ અથવા તો સોર્સ પરથી લેવામાં આવેલ છે, જો તમે આવા રોજબરોજની માહિતગાર કરતા સમાચાર વાંચવા ઇચ્છતા હોવ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ જ્યા અમે રોજબરોજની અનેક નવી માહિતીઓથી માહિતગાર કરીશું.આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!