Gujarat

સાળંગપુર મંદિર વિવાદને લઈને ઇન્દ્રભારતી બાપુએ આકરા પ્રહાર કર્યા ! કીધું કે “સનાતન ધર્મની તમે ટીકા કરો છો….

મિત્રો હનુમાનજીનું પ્રખ્યાત ધામ એવા સાળંગપૂર મંદિર વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો, આ એક એવું મંદિર છે જ્યા હજારોની સંખ્યામાં લોકો ભગવાન હનુમાનજીના દર્શને જતા હોય છે અને તેઓના દર્શન કરીને ભગવાનના અસાહીરવાડ પ્રાપ્ત કરતા હોય છે પરંતુ હાલ આ મંદિરને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે કારણ કે સાળંગપુર મંદિરમાં હનુમાનજીની જે પ્રતિમા સ્થાપવામાં આવી છે તેની નીચે એક ભીંતચિત્ર લગાવામાં આવેલ છે જેમાં ભગવાન હનુમાનજી સહજાનંદ સ્વામીના દાસ આધારે ચિત્રમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ ભીંતચિત્રની તસવીરો સોશિયલ મીડિયા વાયરલ થતા સંતો-મહંતો આકરા પાણીએ આવ્યા હતા અને આ ભીંતચિત્રનો ખુબ વિરોધ કર્યો હતો, આ વિવાદને લઈને ગુજરાતના પ્રખ્યાત કથાકાર એવા મોરારી બાપુએ કહ્યું હતું ‘પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા દુનિયાનમાં અનેક પ્રકારના કપટો ચાલી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્ર હનુમાનજીની વિશાળ સુંદર મૂર્તિ બનાવામાં આવી છે, તેની નીચે હનુમાનજી તેમના મહાપુરુષને પ્રણામ કરતા સેવા કરતા દર્શાવ્યા છે, આ બધા હિન્દ ધર્મ છે, કપટ છેસમાજને જાગૃત થવાની જરૂર છે.’

મોરારી બાપુના આ નિવેદન બાદ અનેક સંતો તથા મહંતો પણ આ ભીંતચિત્રના વિરોધમાં ઉતર્યા હતા જેમાં ઇન્દ્રભારતી બાપુ પણ આકરા પાણીએ આવ્યા હતા અને તેઓએ પણ ગુસ્સે થઈને આ વિવાદ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે “આ કાંઈ વ્યાજબી કહેવાય,આ ધર્મ કહેવાય, આ ધર્મની ધાક મારવા માટે સાધુ થયા છે, જે આજે સનાતન દેવી દેવતાને નીચે દેખાડે છે. અમારે આ બધી ચીજોથી દુઃખ થાય છે, આવું કરી કરીને દરવખતે હું માફી માંગુ છું માફી માંગુ છું,આવું તમારે કરીને માફી જ માંગવાની તમારે.”

આ વિવાદને લઈને ઇન્દ્રભારતી બાપુ ખુબ ગુસ્સે જોવા મલ્યા હતા અને સાધુ સંત સમાજને પણ અપીલ કરી હતી કે આ વાતનો વિરોધ થવો જોઈએ. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું હતું કે તમે એક પોતે સનાતની છો તો તમે જ સનાતન ધર્મની ટીકા કરો છો.આવી અનેક વાતો ઇન્દ્રભારતી બાપુએ પોતાના આ વિડીયો દ્વારા જણાવી દીધી હતી. હાલ આ વિવાદે ભારે આગ પકડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અનેક લોકો તથા સંતો મહંતો આ મામલાને લઈને રોષે ભરાયા છે.

આ વિવાદને લઈને કબરાઉ મોગલ ધામના મહંત મણિધર બાપુએ પણ આ વાતને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયને મોટી ચેતવણી આપી દીધી હતી કે “અમે ચારણો છીએ, અમે જો તમારા પાયામાં ગ્યા ને તો તમે આ બધું મૂકી દેજો. તાડા મારી દેશો. મોગલ ધામથી બાપુ ચારણ ઋષિ તમને બોલી રહ્યો છે. તમારી ઓકાત છે કે તમે હનુમાજીનું અપમાન કરી શકો છો.તમે બેસો એના ચરણમાં પણ તમે એના ચરણોમાં બેસવા લાયક નથી તમે એમની રજમાં આવો.”

 

View this post on Instagram

 

A post shared by Moj Rajkot (@mojrajkotofficial)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!