ધંધુકાના ઉપેન્દ્રસિંહને સો સો સલામ છે ! અમદાવાદમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ કોન્સ્ટેબલની 1 વર્ષીય દીકરીને દત્તક લીધી, પુરી વાત જાણી તમે વખાણ કરી થાકશો
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માતના કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેમાં પોલીસ જવાનો પણ હતા. આ બે પોલીસ જવાનોમાં ઘર્મેન્દ્રસિંહ પરમારનું પણ દુઃખ નિધન થયેલું. સૌથી દુઃખદ વાત એ છે કે, તેઓ ઘરમાં માત્ર એક જ સભ્ય હતા અને તેમના જવાથી પરિવારમાં ખુબ જ ભારે આઘાત લાગ્યો છે. આ બનાવના પગલે તેમની એક 1 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
આ જગતમાં જ્યારે પણ દુઃખ આવૅ છે, ત્યારે ભગવાન કોઈના કોઈ રૂપે વ્યક્તિની મદદ માટે પહોંચી જાય છે. ઈશ્વરના ક્યારેય પણ કંઈ અટકવા દેતો નથી. ધમેન્દ્રસિંહના મુત્યુ બાદ પરિવાર નોધારો થઇ ગયો કારણ કે ઘરનો આધાર જ છીનવાઈ જતા ઘરની હાલત કેવી થાય તેની કલ્પના ન કરી શકાય. માત્ર 1 વર્ષની દીકરીએ પણ નાની ઉંમરે પોતાના પિતાની છ્ત્રછાયા ગુમાવી દીધી.
આ વ્હાલ સોયી દીકરીની વ્હારે એક ક્ષત્રિય યુવાન આવ્યા છે અને જેથી આ નાની એવી દીકરીની અભ્યાસથી લઈને તમામ જવાબદારી ઉપાડશે. ઝિ ન્યુઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ ક્ષત્રિય યુવકનું નામ ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા છે.જે ધંધુકાના જાળીયા ગામના વતની છે અને તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. હાલમાં તેમને પોતાનાઓ માનવતા રૂપી ધર્મ નિભાવીને એક પ્રેરણાદાયી સંદેશ સમાજને આપ્યો છે,
ઉપેન્દ્રસિંહ હમેશા સેવાકીય કામગીરી દરમ્યાન સૌથી આગળ જ હોય છે, અને તેમનું માનવું છે કે, ભગવાને મને જે આપ્યું છે તેથી સમાજ સેવા માટે આ ધનનો ઉપયોગ કરુ.ખરેખર આ સેવાકીય પ્રવુતિ ખુબ જ બિરદાવા લાયક જ છે. તેઓ ઘણા સમયથી બ્લડ ડોનેશન કેમ્પ પણ કરે છે. સમૂહ લગ્ન અને બીજી સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ તેઓ જોડાયેલા છે.આ કારણે લોકોએ તેમને દાનવીર સાવજનું બિરુદપણ આપેલું છે.
મૃતક ધર્મેન્દ્રસિંહ સાથે તેમનો કોઈપણ પ્રકારનો સંબંધ ન હોવા છતા માત્ર એક માનવતાના ભાગરુપે ઉપેન્દ્રસિંહે ધર્મેન્દ્રસિંહની દીકરી કાવ્યાબાની તમામ જવાબદારી ઉપાડવાની જાહેરાત કરી છે.પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમાર મૂળ ચુડા ગામના વતની છે અને અમદાવાદ પોલીસમાં હાલ ફરજ બજાવતા હતા., મૃતક ધર્મેન્દ્રસિંહ અંદાજે પાંચ વર્ષ પહેલા પોલીસ વિભાગમાં જોડાયા હતા અને તેઓ તેમના માતા-પિતાના એકના એક સંતાનમાં દીકરી હતી અને હવે આ દીકરીની જવાબદારી ઉપેન્દ્રસિંહે ઉઠાવી છે. જે સરહાનીય છે, તેમની માનવ સેવાની આ ટેકન લીધે નાનકડી દીકરીને નવું જીવન મળશે અને પરિવારજનોને પણ સહારો મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.