જૂનાગઢ પોલીસને સલામ : માતાજીની મૂર્તિ વિના મહિલા આવવા તૈયાર ન હતા તો પોલીસ જવાનોએ મૂર્તિ સહિત માજીનું રેસ્ક્યુ કર્યું, જુઓ વિડીયો
જુનાગઢ શહેરમાં ક્યારેય ન પડ્યો હોય તેવો વરસાદ ત્રાટક્યો અને આ કારણે જુનાગઢ શહેર આખું જળમગ્ન બન્યું હતું. આ દરમિયાન તમામ પોલીસ જવાનો, NDRF અને જનસેવકોએ લોકોની મદદ માટે પહોંચ્યા હતા અને બચાવકામગીરી કરી હતી. આ દરમીયાન જ એક ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના ઘટી છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આપણે જાણીએ છે કે હાલમાં દશામાં વ્રત ચાલી રહ્યા છે અને આ કારણે દરેક મહિલાઓ દશામાને પોતાના ઘરમાં સ્થાપના કરે અને નિત્ય તેમની પૂજા અર્ચના કરે છે.મા તો મા હોય છે પછી એ ઝૂંપડામાં રહેનારી હોય કે મહેલોમાં પણ તે તો જગત જનની જ કહેવાય. જ્યારે જૂનાગઢ શહેરમાં અતિ ભારે વરસાદમાં કારણે શહેર આખું પાણીથી છલોછલ થઈ ગયું ત્યારે પોલીસ અને પ્રશાસન ખડે પગે લોકોની મદદે દિવસ રાત મથ્યા હતા.
આ દરમિયાન જ એક ખૂબ જ હદયસ્પર્શી ઘટના બની જે અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું ઉત્તમ દાખલો છે. આમ પણ માણસનો સૌથી મોટો આશરો એમની આસ્થા હોય છે. શ્રદ્ધા માણસની તાકાત છે. આ વિડિયો જોઈ શકો છો કે જેમને જીવ પોલીસના જવાનો અને સેવાભાવી નાગરિકો બચાવી રહ્યા છે.
એ ભાવિક બહેન પોતાની આરાધ્યદેવીની સ્થાપના અને મૂર્તિને ડૂબતી બચાવવાની આજીજી કરી રહ્યા છે.ખરેખર એ વાત સરહાનિય છે મેં જૂનાગઢ પોલીસ અને સેવાભાવીઓ ન માત્ર લોકો પણ એમની શ્રદ્ધા પણ સાચવી રહ્યા છે એ જોઈને ભીની આંખે આપોઆપ પ્રણામ થઈ જાય છે. આ આસ્થા જ છે જે આપણને સૌને ટકાવી રાખે છે.
આમ પણ ખરેખર એ માજીની ભક્તિ પણ ખૂબ જ અતૂટ કહેવાય કારણ કે તેમના જીવની પરવાહ કર્યા વગર તેઓ માતાજીની એકલા મૂકીને આવવા તૈયાર ન હતા ત્યારે આખરે પોલીસ જવાનો આવીને તેમને બચાવ્યા અને આજ ભરોસો એ માજીને પણ અંતરાત્મા તો હશે કે તેમના માતાજી જરૂરથી જીવ બચાવશે અને આમ પણ કહેવાય છે ને ભગવાન તો ગમે તે રૂપમાં આવીને બચાવી જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.