ગુજરાતના ખેડૂતોને સલામ! વકીલાત છોડીને આ વ્યક્તિએ શરૂ કરી આ પાકની ખેતી, હવે કરી રહ્યા છે બમણો ફાયદો…
આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને આજના આધુનિક સમયમાં પણ ઘણા યુવાનો ખેતી તરફ વળી રહ્યા છે. ખેતી આજે વિશ્વ ફલક પર વ્યવસાય માટે ઉત્તમ માધ્યમ બન્યું છે. હાલમાં જ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના વકીલ રાકેશભાઈએ વકીલાત મૂકીને ખેતીકામ કરી રહ્યા છે.
આ સાંભળીને કોઈને પણ નવાઈ લાગે પરંતુ આ વાત સાચી છે. ખરેખર આ ખેડૂતના જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. ચાલો અમે આપને જણાવીએ કે વકીલાત છોડીને ખેતી કામ કર્યું. સૌથી ખાસ વાત એ છે કે, રાકેશભાઈ છેલ્લા દસ વર્ષથી વકીલાત છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી અને હાલ 18 વર્ષથી સેન્દ્રીય ખાતર તૈયાર કરે છે અને ખેડૂતોને વેચે છે
. રાકેશભાઇ ઠાકોરે પ્રકૃતિક રીતે ડુંગળી ઉગાડી છે અને અંદાજે 350 મણ ડૂંગડી થવાની આશા છે તેમજ પોણા વિઘામાં ડુંગળી અ રસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કર્યા વગર ભીંડો વાવ્યો છે.. પ્રાકૃતિક ખેતી હોવાના કારણે ખર્ચ વધારે થતો નથી અને બમણો ફાયદો થાય છે.
પ્રાકૃતિક ખેતી એટલે શું? પ્રાકૃતિક કૃષિ એટલે શું ? કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.