અમદાવાદના આ વ્યક્તિની ઈમાનદારીને સલામ, રસ્તા પર લાખો રૂપિયાના ઘરેણાંની પોટલી મળી તો મૂળ માલિકને પરત કરી…
આજના સમયમાં માનવતાની લાગણી બહુ ઓછા લોકોમાં જોવા મળે છે, પણ જે વ્યક્તિના સંસ્કારમાં જ માનવતા હોય એ વ્યક્તિ આજના સમાજ માટે એક ઉત્તમ પ્રેરણા સમાન છે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરીશું, જેણે માનવતા દાખવીને સારું કાર્ય કર્યું છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં લોકોને રસ્તે કે અન્ય જગ્યાએથી કિંમતી વસ્તુઓ મળે છે, તો એ વસ્તુઓને પોતાની માની લેતા હોય છે.
આ જગતમાં એવા પણ ઘણા હોય છે કે, બીજાની વસ્તુઓ મળતા જ તે વ્યક્તિના દુઃખને સમજી શકે છે. આવો જ એક કિસ્સો હાલમાં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બન્યો છે. અમદાવાદ પોલીસે સોશિયલ મીડીયાપ્લેટફોર્મ દ્વારા આ પ્રેરણાદાયી કિસ્સો શેર કરવામાં આવ્યો છે. ગુન્હાઓની ઘટનાઓ તમેં ઘણી સાંભળી કે જોઈ હશે પરંતુ આ માનવતા રૂપી કિસ્સો ખરેખર વખાણવા લાયક છે.
આ ઘટના અંગે માહિતી જાણીએ તો, અમદાવાદ ખાડીયા વિસ્તાર માં બેન્ડમાં નોકરી કરતા કર્મચારીને ખાડીયાની હવેલીની પોળ ખાતે ગાઠ બાધેલો હાથ રૂમાલ મળેલ જેમાં આશરે રૂપિયા ૭,૫૦,૦૦૦/- ના સોનાના દાગીના હતા. જે દાગીનાના મુળ માલિકને શોધી, માલિકની ખરાઈ કરી માલિકે તેના દાગીના ઓળખ બતાવતા તેઓને તેમના દાગીના સહી સલામત પરત કર્યા હતા.
આ કિસ્સો જોઈને એટલું ચોક્કસ સમજાય કે, જે વ્યક્તિને કિંમતી દાગીના મળ્યા, તેના મનમાં દાગીના જોઈને લાલચ ન જાગી પરંતુ જે વ્યક્તિના દાગીના ખોવાયા હશે, તેનું દુઃખ તેમના હ્નદયને સ્પર્શી ગયું હશે. આ જગતમાં ભાગ્યે જ એવા લોકો હોય છે કે જે બીજાના દુઃખને સમજી જાય છે. ખરેખર આજના સમયમાં લોકોને પાંચ -દસ રૂપિયા મળે તો પણ ખિસ્સામાં નાંખી લે છે, ત્યારે 7,50000 ના કિંમતી દાગીના પરત કરવા એ ખરેખર તે વ્યક્તિની ઇમદારી કહેવાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.