સમઢીયાળામાં બે જૂથો વચ્ચેની અથડામણ મૌતની અથડામણ બની ગઈ ! બે સગા ભાઈનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું…આ કારણે થઇ હતી લડાઈ
ગુજરાત રાજ્યમાં અવારનવાર અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને સૌ કોઈ દંગ જ રહી જતું હોય છે એવામાં સુરેન્દ્રબગરના સમઢીયાળા ગામમાંથી એક ખુબ ચોંકાવી દેતી ઘટના સામે આવી છે જેમાં બે જૂથો વચ્ચે અથડામણ તથા આ અથડામણની અંદર એક જ સાથે બે સગા ભાઈના કરુણ મૃત્યુ થયા હતા એવામાં આ ઘટનાને પગલે આખા ગામની અંદર ભારે ચકચાર મચી જવા પામ્યો હતો એટલું જ નહીં લોકોની ભારે ભળી એકઠી થઈને હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું ચુડા તાલુકાની અંદર સમઢીયાળા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ થવા પામી હતી, આ જૂથ અથડામણ હત્યાની ઘટનામાં પરિણમી હતી કારણ કે જૂથ અથડામણની અંદર જ બે સગા ભાઈના કરુણ મૃત્યુ નિપજ્યા હતા.ધારિયા તેમ જ અન્ય તીક્ષ્ણ હથિયાર વડે સામા સામી હુમલો કરી દેતા ભારે હંગામો મચ્યો હતો જેમાં બે સગા ભાઈને ગંભીર ઇજા થવા પામતા તેમને મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવારમાં જ તેઓનું મૃત્યુ થયું હતું.
આ ઘટના અંગેની તપાસ કરવા તેમ જ મામલાને કાબુમાં લેવા માટે DYSP તથા ક્રાઇમ બ્રાન્ચનો કાફકો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે DYSP એચ.પી.દોશીએ જણાવ્યું હતું કે સમઢીયાળા ગામની અંદર મૃતક આલજીભાઈ તથા મનોજભાઈ પરમારની 70 વર્ષોજૂની પોતાના બાપ-દાદાની જમીન હતી તેમજ આ તમામ જમીન તેઓના નામે જ છે તેવો રેકોર્ડ બતાવતી હતી.
આ ખેતર અંગે આ ગામમાં રહેતા વ્યક્તિ(આરોપી) તેઓ પાસેથી જ રેવેન્યુ રહે કાર્યવાહી ચાલતી હતી તેમ જ SDM માં પણ કલેકટર દ્વારા કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી, એવામાં આલજીભાઈ તેમ જ મનોજભાઈ સવારે જયારે તેઓના પરિવાર સાથે ગામમાં ખેતી કરવા જતા હતા ત્યારે તેઓને વિરોધ પક્ષના લોકોએ લાકડી ધોકા જેવા હથિયારો વડે માર વરસાવ્યો હતો જેમાં આલજીભાઈ તથા મનોજભાઈને ગંભીર ઇજા થવા પામી હતી જ્યારે ચાર અન્ય લોકોને પણ ઇજા થઇ હતી.
આલજીભાઈ તથા મનોજભાઈને ગંભીર ઇજા થતા તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા બંને ભાઈઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના દીકરા જયેશ પરમારે આ ઘટના અંગે જણાવ્યું હતું કે તેઓની 70 વર્ષો જૂની જમીન હતી જેમાં વિરોધ પક્ષે જમીન તેઓની છે તે અંગેનો કેસ કર્યો હતો જેને જયેશભાઇના પિતા તથા કાકા જીતી પણ ગયા હતા. જયેશભાઇએ આગળ જણાવ્યું હતું કે કેસ જીતી ગયા હોવા છતાં વિરોધ પક્ષના લોકો વારંવાર દાદાગીરી તથા અનેક એવી ધાક ધમકી આપતા હતા.
એવામાં સવારના રોજ જયારે જયેશભાઇના કાકા તેમ જ પિતા પરિવારજનો ખેતર જઈ રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના લોકો 10થી15 ધારિયા લઈને લાકડી તથા ધારિયા જેવા હથિયા વડે પરિવારજનો પર હુમલો કર્યો હતો જેમાં જયેશભાઇના પિતાનો પગ કાપી નાખ્યો હોવાનું જયેશભાઇએ જણાવ્યું હતું.આ ઘટનાને પગલે આખા સમઢીયાળાની અંદર ભારે ચકચાર મચી જવા પામ્યો છે.