Viral video

સાળંગપુર વિવાદ : સંતો મહંતો બાદ હવે યુવાનો પણ આવ્યા મેદાને ! આ યુવાનનો વિડીયો સોશિયલ મીડિયા ખુબ વાયરલ થઇ રહ્યો છે, જુઓ શું કહ્યું…

મિત્રો હાલ તમને ખબર જ હશે કે સાળંગપુર વિવાદિત મામલો હાલ વધુ સળગતો જોવા મળી રહ્યો છે કારણ કે ફક્ત સંતો મહંતો જ નહીં પરંતુ યુવાનો પણ આ મામલાના વિરોધમાં ઉતરી ગયા છે, હાલના સમયમાં અનેક એવા સંતો તથા મોટા મોટા મહંત સ્વામીઓ આ મામલાને ધ્યાનમાં રાખીને પોતાના નિવેદનો આપી રહ્યા છે એટલું જ નહીં રાજભા ગઢવી જેવા મોટા મોટા કલાકારો પણ આ વિવાદ વિષે પોતાના મંતવ્યો જણાવ્યા હતા.

તમને આમ તો આ વિવાદ વિશે ખબર જ હશે તેમ છતાં તમને એક વખત જણાવી દઈએ કે સાળંગપુર હનુમાનજીના મંદિરે જે હનુમાનજીની વિશાળકાય મૂર્તિ તૈયાર કરવામાં આવેલ છે તેની નીચેના ભીંતચિત્રોની અંદર હનુમાનજીને સ્વામનિરાયણ સંપ્રદાયના ભગવાનને પ્રણામ કરતા તેમ જ સેવા કરતા બતાવવામાં આવ્યા હતા, એવામાં આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ધીરે ધીરે કરતા રોશની આગ વધુ ભભૂકી હતી,આજના દિવસમાં આખા રાજ્યની અંદર આ મોટો વિવાદ બની ચુક્યો છે.

સાળંગપુર ધામ બાદ કુંડળ ધામની અંદરથી પણ આવા જ પ્રકારની મૂર્તિઓ મળી આવતા મામલો વધારે વકર્યો હતો જેના લીધે સનાતન ધર્મના સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો અને આ ભીંતચિત્રો હટાવાની માંગણી કરી હતી, એવામાં રવિવારના રોજ બેઠકની પણ યોજના કરવામાં આવી હતી જેમાં આ મામલાને શાંતિથી કેવી રીતે થાળે પાડી શકાય તે અંગેની ચર્ચા વિચારણા સનાતન ધર્મના સતનાઓ તથા સ્વામીનરાયણ સંપ્રદાયના સંતો મહંતોએ એકઠા થઇને કરી હતી.

એવામાં આ યુવકનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે જેમાં આ યુવક આ વિવાદને લઈને પોતાનું નિવેદન આપે છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક કહે છે કે પૈસાનો પાવર હોય પોલિટિકલ પાવર હોય કે કોઈ પણ હોય પણ અમારી સાથે અમારો રામ હોય અમારી ભેગો જગતનો તાત હોય સામે જગતની કોઈ પણ મહા સત્તા હોય તો અમે લડી લેવાના છીએ. બસ યુવકનું આટલું કહેતાની સાથે જ લોકો જય શ્રી રામના નારા લગાવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by botad (@amazingbotad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!