સાપુતારા જાવ તો આ 10 સ્થળો ની મુલાકાત લેવાનું ના ભુલતા નકર ધક્કો ફેઇલ જશે ! એમા પણ ડોન હિલ સ્ટેશન….
ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં સૌથી વધુ કુદરતી સુંદરતા ધરાવતાં ડાંગ જિલ્લાની પહેલી ઓળખ ગિરિમથક સાપુતારા છે. ૩૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું રાજ્યનું એક માત્ર ગિરિમથક ઉપરાંત ડાંગ પાસે ઘણુ છે. ચોમાસામાં આ વિસ્તાર પર કુદરત મહેરબાન ચાય છે. તેની સુંદરતા સોળે કળાએ ખીલે છે, પણ આ સુંદરતાથી હજુ ઘણા અજાણ છે.
ડાંગ જિલ્લામાં પ્રવેશો એટલે શહેરી દોડામના વનમાંથી કુદરતના ખોળે પહોંચ્યાનો અહેસાસ થયા વિના રહેતો નથી. ઊંચા પહાડ, ઊંડી ખાઈ, ચારે ભાર જંગલ અને મન દઈને સાંભળો તો ક્યારેય ન સાંભળ્યા હોય એવી પક્ષીઓનો ક્લેરવ સંભળાય એટલે સમજી લેવું કે તમે ડાંગ જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છો.
ડાંગ જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ સાપુતારા રાજ્યનું એક માત્ર ગિરિમથક હોવાનું બિરુદ ધરાવે છે.કરાવતાં પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. સાપુતારાની કુદરતી સુંદરતાને માણવા માગતા પ્રવાસીઓ પેરાગ્લાઇડિંગ, રોપ-લે, બોટિંગ ઉપરાંત સનસેટ અને મ્યુઝિયમ ઓછી રજાના પ્રવાસમાં વધુ આનંદ પ્રવાસના છેલ્લા સ્થળ તરીકે સાપુતારા પ્રખ્યાત છે.
સનરાઈઝ પોઈન્ટ અને સન સેટ પોઈન્ટમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત ન જોઈએ તો કેમ ચાલે. ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારામાં દિવસની શરૂઆત અને અંત આ બે પોઈન્ટથી કરવી જોઈએ તેમજ અહીંયા સર્પગંગા સરોવરમાં તમે બોટિંગનો અનુભવ લઈ શકો છો અને ત્યાંનાં લોકોના કહેવા મુજબ સૂરજનો તડકો લેવા માટે સાપ આ સરોવરના કિનારે અવાર-નવાર આવતા રહે છે.
ગિરિમાળાધોધ 100 ફૂટ સુધીની ઉંચાઈ સુધી વિસ્તરેલો છે, જે તેને ગુજરાતનો સૌથી ઊંચો ધોધ બનાવે છે. ગીરીમાળ ધોધ ગુજરાતનો સૌથી ઉંચો ધોધ છે. જેની ઉંચાઈ 150 ફુટ છે. ૩૩ કિલોમીટરના અંતરે આવેલ છે. સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે.
પમ્પા સરોવર હિંદુ ધર્મની પૌરાણિક કથા પ્રમાણે આ સ્થળે ભગવાન શિવની અર્ધાંગિની પંપા (પાર્વતી)એ પોતાનું શિવ પ્રતિ સમર્પણ દર્શાવવા માટે તપસ્યા કરી હતી. તેમજ શિવ ઘાટ ધોધ ડાંગ જિલ્લાના આહવાથી 10 કિલોમીટરના અંતરે આવ્યો છે. આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં પિપલદહાડ નજીકથી નીકળી નવસારી નજીક અરબ સાગરમાં ભળી જાય છે.ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે.