સાળંગપુર હનુમાનજી ના અપમાન વિવાદ મા મોરારી બાપુ લાલઘુમ ! કીધુ કે “આ બધા હીન ધર્મ છે…
હાલ સોસીયલ પર એક મોટો વિવાદ સામે આવી રહ્યો છે જેમા મોટા ભાગના લોકો સોસીયલ મીડીઆ પર વિરોધ નોંધાવી રહ્યા છે. જેનુ મુખ્ય કારણ સાળંગપુર ખાતે સ્થાપવામાં આવેલી હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લગાવવામાં આવેલાં ભીંતચિત્રોમાં હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું. જેના કારણે સમગ્ર વિવાદે ભારે જોર પકડ્યુ છે
આ સમગ્ર વિવાદ મામલે હવે સાધું સંતો પણ મેદાને આવ્યા છે જેમા મોગલ ધામ ના બાપુ અને મોરારી બાપુ એ પણ ચિમકી આપતા વિરોધ નોંધાવ્યો છે. આ સમગ્ર મામલે મોરારી બાપુ એ કહ્યું હતું કે, “પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા દુનિયામાં અનેક પ્રકારના કપટ ચાલી રહ્યાં છે.
અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની વિશાળ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે, તેની નીચે હનુમાનજી તેમના કોઈ મહાપુરૂષને પ્રણામ કરતા, સેવા કરતા દર્શાવ્યા છે. આ બધા હીન ધર્મ છે, કપટ છે. સમાજને જાગૃત થવાની જરૂર છે.”
જ્યારે આ સમગ્ર વિવાદ મામલે ફેસબુક પણ ઘણા લોકો એ આ વિવાદીત ભિતચિત્રો હટાવાની માંગ કરી છે સાથે જ સાધુ સંતો મેદાને આવ્યા છે અને આ ભિતચિત્રો તાત્કાલિક હટાવાની માંગ કરી છે અને માફી માગવા નુ પણ કહેવામા આવી રહ્યુ છે