4 ટર્મ થી બીનહરીફ ચુટાતા સરપંચનો ચુંટણી પહેલા જ જનાજો નીકળ્યો! આખુ ગામ હીબકે ચડયું
વિધિતાનાં લેખ સામે કોઈ મેખ નાં મારી શકે! કહેવાય છે ને વ્યક્તિનો જન્મ અને મુત્યુ એ ઈશ્વરના હાથમાં છે. આપણે ઘણીવાર એવી ઘટના સાંભળતા હોઈએ છીએ કે, કોઈ વ્યક્તિનું અણધાર્યું નિધન થઈ જતું હોય છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ અને આશ્ચય જનક ઘટના બની જેના લીધે ભરૂચમાં દુઃખ વાતાવરણ છવાઇ ગયું હતું. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ચુંટણીનાં એક દિવસ પહેલા જ સરપંચનું નમાઝ પઢતા નિધન થઈ ગયું અને આ જ કારણે ગામ જનો અને પરિવારમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયેલ.
આ ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે શું બનાવ બન્યો હતો. આ ઘટના બની છે,ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં ને આ ઘટના લીધે દુઃખ છવાઇ ગયું છે. એક તરફ કાલે મતદાન થવાનું હતું એ જ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયેલ. સૌથી મહત્વની વાત એ છે કે, ગામમાં 20 વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ આજ પહેલી વાત ચૂંટણીનો જંગ ખેલાયો હતો.પરંતુ ચૂંટણી માટે મતદાન થાય એ પહેલા જ સરપંચના ઉમેદવાર સાથે આ ઘટના બનતા બધું અટકાઈ ગયું.
નાનું એવું બંબુસર ગામમાં માત્ર 1200ની વસતિ અને આ ગામમાં છેલ્લા 20 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ગામ લોકો ચાર ટર્મથી ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટતા હતાં. આ વખતે આ ગામમાં ચૂંટણી નો માહોલ સર્જાયો જતો જેમાં . સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલ ઉમેદવારી નોંધાવી હતી પણ લાગે છે, ઉસ્માનભાઈનાં જીવનમાં આ તક લખી જ નહીં હોય અને આ જ કારણે હજું તો ચૂંટણી યોજાઈ એ પહેલા જ વિદાઈ લીધી.
આ દુઃખદ ઘટના ત્યારે બની જ્યારે ઉસ્માનભાઈ આજે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદ કરવા ગયા હતા. નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર સાંજે પૂર્ણ થવાનું હતું અને પરમ દિવસ રવિવારે મતદાન થવાનું હતુ.હવે આ પરિસ્થિતિ થતા આવા સંજોગોમાં સરપંચ પદ માટેનું મતદાન નહીં થાય. પાછળથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે. હાલમાં માટે સભ્ય પદ માટે મતદાન થશે., ઉસ્માનભાઈની વિકાસશીલ પેનલના ચાર સભ્યો પહેલા જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.
ખરેખર એક વાત તો છે કે, આ સરપંચનાં ઉમેદવારનું મુત્યુ ફડયું ખર્યું કારણ કે અંત ઘડીએ તેના મુખમાં અલ્લાહ નું નામ હતુંકારણ કે તેમને નામઝ પઢતી વખતે તેમનું નિધન થવાથી તેમનો જીવ ધન્ય થઈ ગયો. ખરેખર આ ઘટના જે બની છે, તે ખૂબ જ દુઃખ દાયક છે.સતત ચાર વાર આ ગામના સરપંચ રહીને ગામની સેવા કરીને ખૂબ જ વિકાસ પણ કરેલ પરંતુ આ દુઃખ ઘટનાં લીધે તેમની ખોટ સદાય વર્તાશે.આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.