ગ્રામ પંચાયત ની ચુંટણી મા દેરાણી જેઠાણી અને ભત્રીજા વહુ સામ સામે ચૂંટણીના જંગે ચડ્યા
હાલમાં જ્યારે સરપંચની ચૂંટણીએ જોર પકડ્યું છે ત્યારે હાલમાં જ્યાં જુઓ ત્યાં ચૂંટણીને લગતા જ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ એક એવી ઘટના બની છે, જેમાં પંચાયત ની ચુંટણી મા દેરાણી જેઠાણી અને ભત્રીજા વહુ સામ સામે ચૂંટણીના જંગે ચડ્યા છે. આ સાંભળતા ની સાથો સાથ સૌ કોઈ ચોંકી ગયા છે. ત્યારે અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે કયા કારણોસર આ ત્રણેય એકી સાથે જંગમાં ઉભા રહ્યા છે.
આમ પણ રણ મેદાન કોઈપણ હોય અને સામે કાંઠે પછી ભલે આપણું કોઈ સ્વજન કેમ ન હોય પણ જંગ તો લડવી જોઈએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,મોરબી તાલુકાનાં નાના એવા નારણકા ગામની તો આ ગામમાં સરપંચ માટે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત બેઠક છે. સરપંચ બનવા માટે હાલમાં નારણકા ગામે રહેતા એક જ પરિવારમાંથી જેઠાણી, દેરાણી અને ભત્રીજા વહુ ચૂંટણીના જંગમાં આમને સામને છે ઉભા છે.
મોરબી જિલ્લામાં ૩૦૩ ગામની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જો કે તેમાથી ૭૧ ગ્રામ પંચાયત સમરસ બની છે માટે હાલમાં ૨૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી તા ૧૯ ના રોજ યોજવાની છે.મોરબી તાલુકાના નારણકા ગામની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામતની છે. આ ગામમાં એક જ પરિવાર વર્ષોથી રહે છે તો પણ પંચાયત સમરસ બની નથી. જેથી સરકારી ગ્રાંટનો લાભ તો નહીં મળે. જો કે, દેરાણી, જેઠાણી અને ભત્રીજા વહુવચ્ચે સરપંચ બનવા માટે ચૂંટણીનો જંગ જરૂર જામશે.
હાલમાં ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ જેમને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમાં ચંપાબેન કાનજીભાઈ બોખાણી, અમરતબેન ધનજીભાઈ બોખાણી, ભાણીબેન ગોવિંદભાઈ બોખાણીનો સમાવેશ થાય છે. તેઓ ચંપાબેન કાનજીભાઈ બોખાણી અને અમરતબેન ધનજીભાઈ બોખાણી જેઠાણી અને દેરાણી છે, અને ભાણીબેન ગોવિંદભાઈ બોખાણી તેઓના ભત્રીજા વહુ છે.
હાલમાં જે ચૂંટણી યોજવાની તેમાં આઠ વોર્ડમાથી સાત વોર્ડમાં બિન હરીફ સભ્યો જાહેર કરવામાં આવેલ છે.