GujaratPolitics

આ ગામમાં ૧૯૬૩ થી એક જ પરિવાર ના સભ્યો સરપંચ બને છે. કારણ જાણશો તો..

આપણે સૌ જાણીએ છીએ કે ગામ હોઈ કે શહેર હોઈ કે રાજ્ય હોઈ કે દેશ તેનું સંચાલન અને વહીવટ માટે આપણે કોઈ સારા વ્યક્તિ ની નિમણુક કરતા હોઈ છે, તે પછી ગ્રામપંચાયત, તાલુકા પંચાયત કે પછી જીલ્લા પંચાયત અને દર પાંચ વર્ષે વહીવટકર્તા બદલાતા હોઈ છે, જો કોઈ વહીવટ કર્તા નું કામ સારું હોઈ તો તે બીજા પાંચ વર્ષ વહીવટ કરે છે, પણ તમે એવું કઈ સાંભળ્યું છે કે જે ગામમાં વર્ષ-૧૯૬૩ થી લઇ અત્યાર સુધી એક જ પરિવારના સભ્યો બિનહરીફ સરપંચ તરીકે ચુટાય છે.

વાત કરીએ તો ચોટીલાના હબીયાસર ગ્રામપંચાયત વર્ષ-૧૯૬૩ થી લઇ અત્યાર સુધી ચુંટણી જ નથી યોજાઈ સતત ૧૩ મી ટર્મ પંચાયત સમરસ બની છે. અને જયારથી પંચાયતી રાજ અમલી બન્યું ત્યારથી અત્યાર સુધી સતત સમરસ બનેલું આદર્શ ગામ છે. ગ્રામપંચાયત ની ચુંટણી નો હાલ માહોલ ચાલી રહ્યો છે ત્યારે ચોટીલાની ૧૩ જેટલી ગ્રામપંચાયતો હાલ સમરસ બની છે. જેમાં મહત્વ ની વાત કરીએ તો છેલ્લા ચોટીલા નું એક ગામ હબીયાસર સતત ૧૩ ટર્મથી એક જ પરિવારના સભ્યની બિનહરીફ વરણી થાય છે, અને મહત્વ ની વાત તો એ છે કે એટલા વર્ષોથી આ ગામનો વિકાસ પણ સારો નજરે જોવા મળી રહ્યો છે. આ ગામમાં રોડ રસ્તા તેમજ પાણીની પુરતી સગવડ છે અને આ ગામના લોકો એક જ પરિવાર ના સભ્યો પર વિશ્વાસ રાખીને સતત ૧૩ ટર્મથી સરપંચ બનાવે છે.

આ ૧૩ ટર્મ ની વાત કરીએ તો પંચાયતી રાજ જયારથી અમલમાં આવ્યું ત્યારથી આ હબીયાસર ગામના લોકો પ્રથમ વખત આ ગામના શિયાળિયા પરિવારના સહરાભાઈ વશરામભાઈ શિયાળિયા ને સરપંચ બનાવ્યા હતા.અને જેઓએ સતત ૨૦વર્ષ સુધી સરપંચ તરીકે પોતાની ફરજ સારી રીતે નિભાવી હતી.ત્યારબાદ સહરાભાઈ ના કાર્ય ને ગામ લોકોએ સારું બિરદાવતા તેમના પછી તેના ગામના લોકોએ બિનહરીફ ચુંટણી લાવ્યા હતા અને સહરાભાઈ ના પત્ની નામે હિમાબેન શિયાળિયાને સરપંચ તરીકે ચુંટાયા હતા.ત્યારબાદ તેમના પુત્ર પાંચાભાઈ શિયાળિયા સરપંચ તરીકે બિનહરીફ બન્યા હતા, આવી રીતે આ શિયાળિયા પરિવારે પોતાના કાર્યોથી આ ગામના લોકો ને ખુબ જ રાજી કર્યા હતા.

ત્યારબાદ આ વખતે હિમાબેનના પુત્ર તેજાભાઈ ના સરપંચ પદ બાદ તેમના પત્ની ગગુબેન તેજાભાઈ સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરાયા છે.આ પરિવાર ના છેલ્લા ૧૩ વર્ષથી સારા કાર્યોને આધીન આ ગામ હબીયાસર ને અનેક એવોર્ડ મળ્યા છે. જેમાં આ ગામને વર્ષ-૨૦૦૭ માં  રાષ્ટ્રપતિના હસ્તે નિર્મળ ગામ એવોર્ડ તથા તીર્થ ગામ એવોર્ડ મુખ્યમંત્રીશ્રી ના હસ્તે મળેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!