Gujarat

સુરત ના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા એ મહેસાણા ની દિકરી ને 11 લાખ રુપીયા નુ ઈનામ આપ્યુ ! કારણ કે..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સવજીભાઈ ધોળકીયા એ શ્રેષ્ઠ સમાજ સેવક છે અને આ જ કાર્ય બદલ તેમને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ છે. ત્યારે આજે અમે સવજીભાઈ ધોળકિયા એ કરેલ ખૂબ જ સરહાનીય કાર્ય ની વાત કરીશું. આમ પણ કહેવાય છે ને ,સુરત શહેરમાં સેવાનો પર્યાય એટલે સવજીભાઈ છે. તેમનું જીવન સદાય સેવા માટે સમર્પિત રહ્યું છે. ખરેખર આ વાત જ્યારે તને સાંભળશો ત્યારે તમે પણ ગર્વ અનુભવશો.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહેસાણાની બેડ મિન્ટન સ્ટાર તસ્નીમ મીરની આંતરરાષ્ટ્રીય સિધ્ધિઓથી પ્રભાવિત થઇ ને રાજયના ઉચ્ચ અધિકારીઓ અને સુરતના ઉદ્યોગપતિઓએ આર્થિક રીતે સહાય આપી છે. તસ્નીમ મીર વિશ્વની નંબર 1 અન્ડર19 ખેલાડી છે. તેમને આર્થિક સહયોગ આપતા સુરતના ઉદ્યોગપતિ પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાએ તસ્નીમ માટે રૂ.11 લાખ જમા કરાવ્યાછે. ખરેખર સવજી ભાઈ પોતાનું જીવન માત્ર ને માત્રને લોક સેવામાં સમર્પિત કર્યું છે.

સુરતના પૂર્વ કલેકટર અને હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ એસ.પટેલ, આઈજી અભય ચુડાસમા અને મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે સુરતના સવજીભાઈ ધોળકીયાનું આ અંગે ધ્યાન દોર્યું હતું. તેથી સવજીભાઈ એ રૂ. 11 લાખનું પ્રોત્સાહક ઈનામ આપ્યું હતું.

તસ્નીમના પિતા ગુજરાત પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર છે. 16 વર્ષની તસ્નીમ BWF અંડર-19 મહિલા સિંગલ્સમાં વિશ્વની નંબર વન ખેલાડી બનનાર પ્રથમ ભારતીય છે. તસ્નીમે જુનિયર ઈન્ટરનેશનલ લેવલે ચાર ટાઈટલ જીત્યા છે. જેમાં બલ્ગેરિયન જુનિયર ચેમ્પિયનશીપ, અલ્પેસ ઈન્ટરનેશનલ અને બેલ્જિયન જુનિયર્સનો સમાવેશ થાય છે.ખરેખર સવજીભાઈ જે દીકરી માટે આ કાર્ય કરેલ એ ખૂબ જ બિરાદવવા લાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!