સવજીભાઈ ધોળકીયા સહીત 8 ગુજરાતી ઓ ને મળશે મોટુ સન્માન! કેન્દ્ર સરકારે 128 પદ્મ એવોર્ડ્સ
આજ રોજ કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ ની પૂર્વ સંઘ્યાએ 128 વ્યક્તિઓ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સૌથી ગર્વની વાત એ છે કે, આ એવોર્ડસમાં 8 વ્યક્તિઓ ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવેલ છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે આટલું મોટું સન્નમાન મેળવનાર આ મહાનુભાવોશ્રીઓ કોણ છે. આ નામમાં સૌથી મોખરે રહયા છે, સવજીભાઈ ધોળકિયા જેમને પદ્મશ્રી એવોર્ડ થી સન્નમાનિત કરવામાં આવશે.
સૂરત શહેરમાં ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયાને સમાજ ક્ષેત્ર સેવા બદલ આ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે. તેમજ સ્વામી સચ્ચિદાનંદને કળા અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પદ્મ ભૂષણ એવોર્ડ અપાશે. આ સિવાય અન્ય મહાનુભાવોશ્રીમ ડો. લતાબેન દેસાઈ, માલજીભાઈ દેસાઈ, સવજીભાઈ ધોળકિયા, જયંતકુમાર મગનલાલ વ્યાસ, ગામિત રમીલાબેન રાયસિંગભાઈ તથા દાદરા અને નગર હવેલી તથા દીવ અને દમણના પ્રભાબેન શાહને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે.આ ઉપરાંત ખલિલ ધનતેજવીને કળા અને શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે. ખરેખર આ એવોર્ડ આપવા ને લીધે ગુજરાતીઓનું ગૌરવ વધશે.
ખલીલ ધનતેજવી એ ગુજરાતના લોકપ્રિય ગઝલકાર છે જેઓ આજે ભલે હયાત ન હોય પરંતુ તેમની ગઝલ અને રચનાઓને લીધે આજે પણ સાહિત્ય ક્ષેત્રમાં મહત્વનું યોગાદન રહેલ છે. ત્યારે ખરેખર આ પુરસ્કાર આપવા થી તેમને ખરા અર્થે સન્માન આપવામાં આવ્યું છે. આ સિવાય સુરત શહેરના સેવાભાવી વ્યક્તિ એટલે સવજીભાઈ ધોળકિયા પણ આ એવોર્ડ મેળવવા થી ચર્ચાનું વિષય બન્યા છે.સુરત શહેર અને પોતાના વતનમાં અનેક સેવા કાર્યો કરનાર સવજી ભાઈનું જીવન લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.લ
પોતાના ગામવાસીઓને પાણીની અછત ન રહે તે માટે તેમણે તળાવને ઉંડું કરાવી આધુનિક બનાવ્યું હતું આ સિવાય તેઓ એમને અનેક સેવા કાર્યો કર્યા છે અને સમાજ સેવક તરીકે આજે તેઓ એક ઉમદા વ્યક્તિ છે. એક સમયે ગુજરાતના 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને અમરેલીથી સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું, તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો, જ્યારે આજે તેમની કંપનીની નેટ વેલ્યૂ 6 હજાર કરોડથી વધુ રૂપિયા છે. કંપનીમાં અંદાજે 6500 કર્મચારીઓ રોજગારી પુરી પાડે છે. આજે ખરા અર્થે સવજીભાઈ સન્માન મળ્યું છે.