બોલો જય દ્વારકાધીશ!! બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજને લઈને આવ્યા આ સારા સમાચાર…
દ્વારકાધીશના ભક્તોજનો હવે સરળતાથી બેટ દ્વારકાના દર્શનાર્થે જઈ શકશે કારણ કે, દેવભૂમિ બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થવાના આરે છે, હાલમાં જ આ બ્રિજનું લોન્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. દરિયા કિનારા વચ્ચે દેવભૂમિ દ્વારકાનો સુંદર અને ભવ્ય સિગ્નેચર બ્રિજ હવે લગભગ તૈયાર થઈ ગયો છે!
પાંચ વર્ષના લાંબા સમયગાળા પછી આ બ્રિજનું નિર્માણ લગભગ પૂર્ણ થયું છે, અને આવનાર માર્ચ મહિનામાં જ ખુલ્લુ મુકાવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે, આ ભવ્ય બ્રિજ ઓખા અને બેટ દ્વારકા માટે અતૂટ ભક્તિનો સેતુ બની રહેશે.. અંદાજિત રૂ. 978 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજની પરીક્ષણ પ્રક્રિયા કરવામાં આવી હતી.
આ બ્રિજ 2.3 કી.મી લંબાઈનો છે અને હાલમાં જ આ બ્રિજનું પરીક્ષણ કરવા માટે. 48 ભારે ટ્રકોને બ્રિજ પર ચઢાવીને તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી.બ્રિજની પરીક્ષણ પ્રક્રિયા માટે નિષ્ણાત ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. ભારે ટ્રકોને એક દિવસ સુધી બ્રિજ પર રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે બ્રિજ ખુલ્લુ મુકાવા માટે લગભગ તૈયાર છે.
આ બ્રિજના ખુલ્લા પડવાથી યાત્રાળુઓને બેટ દ્વારકા પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે. અત્યાર સુધી લોકો બોટ દ્વારા બેટ દ્વારકા જતા હતા. આ બ્રિજ યાત્રાળુઓના સમય અને શક્તિ બચાવશે. ખાસ કરીને વૃદ્ધ યાત્રાળુઓ કે નાના બાળકો માટે આ બ્રિજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે દ્વારકાધામના વિકાસમાં આ નવો સિગ્નેચર બ્રિજ એક મહત્વપૂર્ણ પગલું છે. યાત્રાળુઓની સુવિધા અને આરામ બંનેનો ખ્યાલ રાખીને બનાવવામાં આવેલા આ બ્રિજથી દ્વારકાધામના પ્રવાસનને વેગ મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.