ગીતાબેન રબારી જુઓ વિદેશમાં આ જગ્યાએ કેવી મોજ માણી રહ્યા છે, જુઓ તેમના દ્વારા શેર કરેલી આ ખાસ તસવીરો.. જુઓ
આપણે જાણીએ છે કે, ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી હાલમાં આફ્રિકાના પ્રવાસે છે. દેશ વિદેશમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવનાર ગીતાબેન રબારી ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે, ત્યારે હાલમાં ફરી એકવાર આફ્રિકામાં પણ તેઓ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવા પહોંચી ગયા છે. આપણે જાણીએ છે કે ગીતાબેન પોતાના ચાહકો સાથે અવરનાર ફોટોઝ શેર કરતા રહે છે.
હાલમાં ફરી એકવાર ગીતાબેન રબારીએ ખૂબ જ સુંદર ફોટોગ્રાફ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ તસવીરો માહે ટાપુની છે. આ આઇલેન્ડ એટલું સુંદર અને મનમોહક છે કે જેને જોઈને કોઈપણ વ્યક્તિ તેની સુંદરતામાં ખોવાઈ જશો. ખરેખર આ તસવીરોમાં ગીતાબેન રબારીનો પણ અનોખો લુક જોવા મળ્યો છે. આ ફોટોશૂટ જોઈને બૉલીવુડની હિરોઈન પણ ઝાંખી પડે.
ગીતાબેન રબારીએ સમુંદરની અંદર જઇને ખૂબ જ સુંદર રીતે પોઝ આપીનર ફોટોશૂટ કરાવેલ. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. આ તસવીરો પણ તમામ કલાકારો અને ચાહકોએ પણ ખૂબ જ વખાણ કર્યા છે. આ પહેલા પણ ગીતાબેન રબારીએ આફ્રિકાની અન્ય તસવીરો શેર કરી હતી.
ગીતાબેન રબારી જે માહે આઇલેન્ડ પર ગયા છે, , સેશેલ્સ દ્વીપસમૂહનો સૌથી મોટો ટાપુ, સેશેલ્સ પ્રજાસત્તાક, પશ્ચિમ હિંદ મહાસાગરમાં. આ ટાપુ 4 માઈલ (6 કિમી) પહોળો અને 16 માઈલ (26 કિમી) લાંબો છે.
તે મૂળ અને પર્વતીય રીતે ગ્રેનાઇટિક છે; સૌથી ઊંચું શિખર મોર્ને સેશેલોઈસ છે, જે 2,969 ફીટ (905 મીટર) સુધી વધે છે અને તે જ નામના રાષ્ટ્રીય ઉદ્યાનનો ભાગ બનાવે છે.
પોર્ટ લૌનાય મરીન નેશનલ પાર્ક ટાપુની ઉત્તરપશ્ચિમ બાજુએ નજીકમાં છે અને સેન્ટ-એન મરીન નેશનલ પાર્ક ઉત્તરપૂર્વમાં વિક્ટોરિયા હાર્બરમાં છે. ટાપુની પરિમિતિની આસપાસનો એક સાંકડો તટવર્તી મેદાન મોટાભાગની ખેતીની જમીન પૂરી પાડે છે.