અમદાવાદ ની અનોખી રેસ્ટોરન્ટ ભરપેટ જમ્યા બાદ બીલ જોશો તો શૂન્ય હશે ! તમારુ બીલ કોઈ બીજા…
હાલની ગળા કાપી હરીફાઈ મા વધુ નફો કમાવવા માટે અનેક હથકંડા અપનાવવા મા આવતા હોય છે ત્યારે તમને આજે એક એવી રેસટોરંનટ વિશે જણાવીશું કે જયા તમને એક દમ ફ્રી મા કહી શકાય તેમ જમવાનુ મળશે અને જો આપને ઈચ્છા થાય તો આપ આપની મરજીથી જેટલુ બીલ ચુકવવા માંગતા હોય તેટલું ચુકવી શકો છો. તો આવો જાણીએ આ ખાસ રેસટોરંનટ વિશે.
આપણે જે ખાસ રેસટોરંનટ ની વાત કરીએ છીએ તેનુ નામ “સેવા કાફે” છે. જેવુ આ રેસટોરંનટ નુ નામ છે તેવુ જ આ રેસટોરંનટ નુ કામ છે. આ ખાસ પ્રકાર ની સેવા અમદાવાદ મા ચાવે છે જયા સેવા કરવાના હેતુ થી આ ખાસ સેવા કાફે ચલાવવા મા આવે છે જયાં તમે ગમે એટલુ જમો બાદ મા તમારા હાથ મા બીલ આવે તો બીલ મા 0 હોય શકે છે કેમ કે તમારું બીલ અન્ય કોઈ ભરી આપે છે.
જયારે જો તમને પણ ઈચ્છા થાઈ કે તમે બીજા નુ બીલ ભરો તો તમે અન્ય લોકો નુ બીલ ભરી શકો છો. આ એક અનોખી સીસ્ટમ છે જેને ગીફ્ટ ઇકોનોમી કહેવાય છે. જ્યારે આ કાફે છેલ્લા 11 વર્ષ થી આ સેવા કરી રહી છે. જયારે કોઈ આ રેસટોરંનટ ને જુવે ત્યારે લાગે કે મોંઘી દાટ રેસટોરંનટ હશે. પરંતુ હકીકત મા આ રેસટોરંનટ એક દમ સેવા ભાવથી ચાલે છે.
આ સેવા કાફે ની ખાસ વાત એ છે કે આ કાફે મા તમે તમારી સેવા આપી શકો છો. એટલે કે કામ કરી શકો છો પરંતુ આ બદલા મા તમને વેતન કે રુપીયા નહી મળે માત્ર સેવા કરવાની છે. સેવા કાફે મા અનેક લોકો આવી સેવા આપે છે. જેમ કે કોક ઓર્ડર લેવાનુ કામ કરે અને કોઈ રસોઈ બનાવવાનું કામ કરે જ્યારે કોઈ વાસણ પણ ધોવે છે.
ગુરુવારથી રવિવાર સાંજે 7 કલાકથી 10 વાગ્યા સુધી અથવા તો જ્યાં સુધી 50 ગેસ્ટ પૂરા ના થઈ જાય ત્યાં સુધી આકાફે ઓપન રહે છે.