એક પિતાને ખુશી તથા દુઃખ બંને એક સમયે સહન કરવું પડ્યું!! મૃત સમજીને દીકરીનો અંતિમ સંસ્કાર કરી નાખ્યા પણ દીકરી તો પ્રેમી સાથે…
એક પિતાને ખુશી તથા દુઃખ બંને એક સમયે સહન કરવું પડ્યું!! મૃત સમજીને દીકરીનો અંતિમ સંસ્કાર કરી નાખ્યા પણ દીકરી તો પ્રેમી સાથે મળીને એવું કાવતરું ઘડ્યું કે જાણીને પગ તળે જમીન સરકી જશે.
આ ઘટના તા 11 જૂન, 2011 ની છે, જ્યારે ગોરખપુર સિંઘડિયામાં એક યુવતીની લાશ મળી આવી હતી. આ લાશની ઓળખ કમલેશપુરમ કોલોની વિસ્તારમાંથી ગુમ થયેલી છોકરી શિખા દુબે તરીકે થયેલી. આ કારણે યુવતીના પિતા રામ પ્રકાશ દુબેએ પાડોશી દીપુ પર હત્યાની શંકા કરી અને કેસ નોંધ્યો. જ્યારે પોલીસ તપાસ કરવા પહોંચી તો તેમને જાણવા મળ્યું કે દીપુ પણ ઘરમાંથી ગાયબ છે.
તપાસ દરમિયાન પોલીસને સમાચાર મળ્યા કે આરોપી દીપુ સોનભદ્રમાં છે. સોનભદ્ર પહોંચ્યા બાદ પોલીસ ટીમ સામે ચોંકાવનારું સત્ય સામે આવ્યું. માત્ર દીપુ જ નહીં શિખા પણ ત્યાં હાજર હતી, ત્યારે પોતાની આંખમાંથી આંસુ સરિ પડ્યા કે મારી દીકરી જીવતી છે પરંતુ હવે તે મારા માટે મરી ચૂકેલી જ છે.
આ ઘટનામાં જાણવા મળ્યું કે, શિખાને પાડોશી દીપુ યાદવ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેને ખબર હતી કે તેમના પરિવારજનો આ સંબંધ માટે તૈયાર નહીં થાય. આવી સ્થિતિમાં, બંનેએ ઘરેથી ભાગી જવા અને તેમના પરિવારના સભ્યોથી છૂટકારો મેળવવાનું ખતરનાક કાવતરું ઘડ્યું. બંનેએ શિખાના કદની મહિલાને મારીને શિખાની ઓળખ આપવાનું નક્કી કર્યું.
દીપુનો મિત્ર સુગ્રીવ (35) જે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો હતો તે પણ સામેલ હતો. તેને અવારનવાર સોનભદ્ર જીલ્લામાં જવાનું થતું, ત્યાં તે એક છોકરીને ઓળખતો હતો જે ઊંચાઈ અને શારીરિક રીતે શિખા જેવી જ હતી. તેનું નામ પૂજા (25) હતું. પૂજા ત્રણ વર્ષની બાળકીની માતા હતી. દીપુ અને સુગ્રીવ તેને ત્રણ હજાર રૂપિયાની નોકરી અપાવવાના બહાને ગોરખપુર લઈ આવ્યા હતા.
પૂજાને શોખના કપડાં પહેરાવી ને હત્યા કરી નાખી પૂજાના મૃતદેહના ચહેરાને એટલી હદે વિકૃત કરી નાખ્યા કે તેના ચહેરા પરથી અસલી છોકરીની ઓળખ થઈ શકી નહીં. આ હત્યાનો આરોપ લગાવીને પોલીસે શિખા અને દીપુને જેલમાં મોકલી દીધા હતા, બાદમાં બંનેને જામીન પર છોડવામાં આવ્યા હતા અને જેલમાંથી બહાર આવ્યા બાદ બંનેએ અલગ-અલગ લગ્ન કરીને પોતાની દુનિયામાં વસવાટ કરી લીધો હતો. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.