ભારત-ન્યુઝલીલેન્ડની મેચ દરમિયાન અંબાણી પરિવારની મોટી પુત્રવધુએ પહેરેલ આ સામાન્ય ચશ્માની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે….
તમને ખબર જ હશે કે ગઈકાલે વાનખેડે સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ભારતે ન્યુઝીલેન્ડને આરામથી હાર આપી હતી અને ફાઇનલ મેચમાં પ્રવેશ કરી લીધો હતો. એવામાં મુંબઈ શહેરની અંદર મેચ રમાતા તથા સેમિફાઇનલ હોવાને લીધે સ્ટેડિયમની અંદર ખુબ મોટા દિગ્ગજ કલાકારો તથા જાણમાની હસ્તીઓએ મેચ દરમિયાન હાજરી આપી હતી.વાત કરીએ તો આ મેચ જોવા માટે મુકેશ અંબાણીના સુપુત્ર આકાશ અંબાણી પણ આવ્યા હતા.
એટલું જ નહીં સચિન, કિયારા,રનબીરા કપૂર જેવા અનેક બૉલીવુડના જાણીતા તારલાઓએ હાજરી આપી હતી, આકાશ અંબાણી સાથે તેની પત્ની શ્લોક મેહતાએ પણ આ મેચમાં હાજરી આપી હતી. તમને ખબર જ હશે કે અંબાણી પરિવારના કોઈપણ સભ્ય કોઈ વસ્તુ પેહરે તો તે વસ્તુ સામાન્ય નથી હોતી આથી જ આ લેખના માધ્યમથી અમે વધુ એક જાણવા જેવી માહિતી લઈને આવ્યા છીએ જે શ્લોકા મેહતા સાથે જોડાયેલ છે.
ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે શ્લોકા મેહતા પોતાના પતિ આકાશ અંબાણી સાથે આવી હતી જેની હવે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં જોઈ શકાય છે કે તે સ્ટેન્ડમાં જોન અબ્રાહમ, રણબીર કપૂર થા આકાશ અંબાણી સાથે બેઠેલી છે અને ભારતીય જર્સી તેમ જ ગોગલ્સમાં ખુબ જ સુંદર લાગી રહી છે, મેચ નિહાળવા માટે શ્લોકા વીવીઆઈપી બોક્સમાં બેસી હતી જ્યા સિતારાઓનો જમાવડો હતો.
એવામાં અંબાણી ફેન પેજ દ્વારા એક મહત્વની માહિતી શેર કરવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે શ્લોકાએ પહેરેલ આ ચશમાની કિંમત અંગેની ખાસ માહિતી શેર કરી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે આ સન ગ્લાસીસ ‘Bottega Veneta’ બાન્ડના હતા જેની કિંમત 35,762 રૂપિયા હોવાનું હાલ સામે આવ્યું હતું.