અમદાવાદમાં હિટ એન્ડ રનનો ધ્રુજાવી દે તેવો કિસ્સો સામે આવ્યો, ઇકો ચાલક વિદ્યાર્થીને ૨૦૦ મીટર સુધી ઢસડી ગ્યો, જાણો વિગતે
હિટ એન્ડ રનના અનેક બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં ફરી એકવાર હૈયું કંપાવી દે તેવો કેસ સામે આવ્યો છે. આ ઘટના ખરેખર ખૂબ કાળજું કંપાવી દે તેવી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરના સોલા સિવિલ પાસે ઈકો ચાલકે એક 15 વર્ષના વિદ્યાર્થીને અડફેટે લઈને 200 મીટર સુધી રોડ પર ઢસડ્યો.
આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોએ ઇકો ચાલકને બૂમ પાડવા છતાં પણ ઇકો ચાલકે ઇકોને ઊભી ન રાખી અને વિદ્યાર્થી ને ૨૦૦ મીટર સુધી ઢસડી ગ્યો. હૈયું ધ્રુજી જાય એવી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મૃતક યુવક અંગે માહિતી જાણીએ તો મૃતકનું નામ અમન છે, રોજની જેમ જ તે કોલેજમાં એસાઈનમેન્ટ સબમિટ કરીને અમન હાઈવે પર મિત્રોની સાથે રોડની બાજુમાં ઊભો હતો. વિધિના એવા લેખ કે અચાનક જ એક ઈકો કાર પૂરપાટ ઝડપે આવી અને અમનને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી અને આ કારણે શરીર પર ખૂબ જ ગંભીર ઇજા થયેલી.
ઘટના બાદ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ પરંતુ 45 મિનિટની સારવાર બાદ તેનું મોત થઈ ગયું. યુવકનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મતૃક અમન માતા પિતા વિહોણો હતો, આજ થી ૧૦ વર્ષ પહેલાં જ તેમના માતા પોતાનું દુઃખદ નિધન થયેલું અને અમને પણ દુનિયાને અલવિદા કરી દીધી. હાલમાં ઇકો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.