આ મંદિરે હાજરા હજુર છે શ્રી માં ખોડિયાર, ભક્તોને આપે છે આ રૂપમાં દર્શન… જુઓ વિડીયો
રાજપરામાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.
કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે. ખરેખર આજે લાખો ભાવિ ભકતો રાજપરામાં આવે છે અને અહિયાં આવેલ તાતણીયા ધરામાં માતાજી સોનાની નથડી પહેરેલ માછલી સ્વરૂપે દર્શન આપે છે.
ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. જેથી રાજા એ માતાજી ના વેણ પર સંદેહ થયો એટલે રાજપરા માં માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર.
ભાવનગરના તમામ લોકો મા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જરૂર આવે છે, કોઈપણ વાહન ખરીદી કે ઘર ખરીદે ત્યારે અથવા કોઈપણ શુભ પ્રસંગે લોકો માતાજીના મંદિરે માથું અવશ્યપણે ટેકવે છે અને લોકો માતાજીને લાપસી ધરે છે, ખરેખર રાજપરા પાવનકારી ધામ છે, જ્યાં માતાજી સાક્ષાત માછલીરૂપે તાતણીયા ધરામાં દર્શન આપે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.