નવરાત્રી પેહલા જ સોનાના ભાવમાં થયો કડાકો ! જાણી લ્યો આજે શું ચાલી રહ્યો છે સોનાનો ભાવ… ખરીદી કરવાલાયક કે નહિ ?
વર્તમાન સમયની અંદર તમને ખબર જ હશે કે હવે નવરાત્રીનો તહેવાર ખુબ જ નજીક આવી ગયો છે તથા દિવાળીના સમયને પણ વધારે હવે વાર રહી ગઈ નથી આથી અનેક લોકોનું એવું માનવું હોય છે કે જેમ દિવાળી નજીક આવે તેમ સોનાના ભાવમાં વધારો થતો હોય છે આથી જ લોકો અત્યારથી જ સોનુ લઇ લેતા હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સોનાના વર્તમાન ભાવો વિશે જણાવાના છીએ કે આજના દિવસે શું ચાલી રહ્યો છે સોનાનો ભાવ.
મિત્રો આજ એટલે કે ઓક્ટોબર 9આ રોજ સોનાના 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 5340 રૂપિયા બોલાઈ રહ્યો છે જયારે 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 5,825 રૂપિયા બોલી રહ્યો છે. 8 ઓક્ટોબરના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 5,320 રૂપિયા રહ્યો હતો જયારે 24 કેરેટ સોનાનો ભાવ 5,803 રૂપિયા રહ્યો હતો.
એવામાં આજના દિવસ તથા કાળના દિવસની સોનાના મૂલ્યની તુલના કરવામાં આવે તો 22 કેરેટ સોનાના 10 ગામના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે જયારે 24 કેરેટ સોનાના 10 ગામના ભાવમાં 22 રૂપિયા જેટલો વધારો થયો છે. ગયા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો, શુક્રવારના રોજથી જ ધીરે ધીરે સોનાના ભાવમાં વધારો થતો જોવા મળ્યો હતો.
એવામાં સોનાની કિંમતમાં વધારો થતા સોનુ ખરીદનાર લોકો અટક્યા છે અને ફરી એક વખત હવે સોનાની કિંમત ઘટે તેની રાહ જોઈ રહ્યા છે. હાલ તો હવે તહેવારનો સમય નજીક છે આથી સોનાની ખરીદીમાં વધારો થશે તેવા એંધાણો હાલ બંધાય રહ્યા છે.
નોંધ: આ સમાચારની પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાતી અખબાર” કરતું નથી, આ જાણકારી એક સોર્સના માધ્યમથી લેવાંમાં આવેલ છે જો તમે આવી રોજિંદા માહિતીથી પરિચિત રહેવા માંગતા હોવ તો જોડાવ અમારા ગ્રુપમાં.આભાર..