ગુજરાતની આ ખાસ જગ્યા જયા કુંડમા નાહવાથી ચાંમડી ના રોગ મટી જાય છે ? જાણો આ ખાસ વિષે
આ જગતમાં અનેક એવા રહસ્ય છે જેનો ભેદ કોઈ ઉકલી નથી શકતું! હા એ રહસ્ય સાથે આપણે તર્ક અને બુદ્ધિ લગાડી ને વિજ્ઞાનનો ઉપયોગ દ્વારા તેનું તારણ કાઢી શકીએ છીએ પણ જરૂરી નથી કે એ પણ એક સત્ય જ હોય.આજે આપણે એક એવા જ સ્થાનની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં સ્વયંભુ ગરમ પાણીનાં કુંડ આવેલા છે,જેમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે. આ સ્થાન લાખો ભાવિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા કોઈ આજ સુધી રહસ્ય જાણી નથી શક્યું કે, આ ગરમ પાણી ક્યાંથી આવે છે. ચાલો અમે આપને આ સ્થાન વિશે વિગતવાર અને આ સ્થાન સાથે જોડાયેલ પૌરાણિક કથા થી માહિતગાર કરીએ.
આ સ્થાન એટલે ગીરનાં જંગલો ની વચ્ચે આવેલ પવિત્ર તુલસી શ્યામ! આ સ્થાન ખૂબ જ પૌરાણિક મહત્વ ધરાવે છે, જેની આપણે સંક્ષિપ્ત માહિતી જાણીએ.અહીં ભગવાન વિષ્ણુ-ભગવાન શ્યામનું પ્રાચીન મંદિર છે. દંતકથા કહે છે કે ભગવાન કૃષ્ણએ તુલ નામના રાક્ષસનો નાશ કર્યો હતો અને તેથી આ સ્થાન તેમના નામ સાથે કૃષ્ણના શ્યામ તરીકે જોડાયેલું છે અને તેથી તુલશીશ્યામ કહેવાય છે. ભગવાન તુલશીશ્યામની મૂર્તિ 3000 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. તે કાળા પથ્થરનું બનેલું છે.
તેમજ આ સ્થાને ભગવાને શાલિગ્રામ રૂપ ધરીને વૃંદા સાથે એટલે કે તુલસી સાથે વિવાહ કર્યા હતા.આપણે જાણીએ છે કે, જલધંરનો વધ કરવા વિષ્ણુ ભગવાને માયા કરી અને વૃંદા નું સતીપણું ભ્રષ્ટ કર્યું હતું. આ જ કારણે આ સ્થાન આજે ભગવાન શ્રી કૃષ્ણની હયાતી નો અહેસાસ કરાવે છે.આ જ્ગ્યામાં વિષ્ણુ મંદીર આવેલું છે તે ઉપરાંત રૂક્ષમણીજીનું મંદીર છે. જે ૪૦૦ પગથિયાં ચઢીને ડુંગરા ઉપર આવેલું છે. અહીં ગૌશાળા આવેલી છે. આ જગ્યામાં ટ્રસ્ટ દ્વારા બનાવવામા આવેલુ અતિથીગૃહ છે અન્ય ધર્મશાળા પણ આવેલી છે. તેમજ યાત્રિકો માટે અન્નક્ષેત્ર અને ચા પાણીની દરરોજની વ્યવસ્થા છે.
આ સ્થાનની સૌથી ખાસ સ્થાન ગરમ ગંધક કુંડ છે,જે રોગનિવારકઆ કુંડમાં ગરમ પાણી એ પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કુતુહલ ઉભું કરે છે. અહી આવતા ધાર્મિક યાત્રાળુઓ પહેલા અહી સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે. સતત ગરમ પાણીના કુંડમાં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઇ જાય છે.તેમજ કહેવાય છે કે, આ પાણીમાંથી સ્નાન કરવાથી લોકોના ચામડીના રોહ દૂર થાય છે તેમજ વ્યકતીનાં તમામ ચર્મ રોગ દૂર થાય છે. આ કોઈ માત્ર કાલ્પનિક વાત નથી પરંતુ ખરેખર આ સત્ય છે તેમજ અનેક લોકોના ચર્મ રોગ દૂર થયા છે.