સ્ટેટ મોનિટરીંગ સેલ ની મોટી કાર્યવાહી! આ જગ્યા પર દરોડો પાડી લાખો રુપીઆ નો દારુ નો જથ્થો જપ્ત કર્યો…
રાજ્ય મા છેલ્લા કેટલાક મહીના થી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અલગ અલગ જીલ્લાઓ માથી લાખો રુપીઆ નો દારુ પકડવા મા આવી રહ્યો છે આ ઉપરાંત અનેક બુટલેગર ને જેલ ના સળીયા પાછળ ધકેલવા મા પણ આવ્યા છે તો ઘમા બુટલેગર રાજ્ય છોડી ને ભાગી ગયા છે ત્યારે હાલ જ દહેગામનાં પાલૈયામાં બોર કૂવા પાસેની ખુલ્લી જગ્યામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડ્યો, 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવા મા આવ્યો છે.
આ અંગે મિડીઆ દ્વારા મળતી માહીતી મુજબ
સ્ટેટ મોનીટરીંગ સેલના સુપ્રિટેન્ડન્ટ નિર્લિપ્ત રાયની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક કે ટી કામરીયાનાં સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગની ટીમે ગઈકાલે ગાંધીનગરના દહેગામ પોલીસ મથકની હદમાં આવેલ પાલૈયા દરોડા પાડવા મા આવ્યા હતા જેમા દારુ ના કટીંગ પ્રવૃતિ નો પર્દાફાશ કરવા આવ્યો હતો.
ઘ
આ રેડ મા રૂ. 14 લાખ 84 હજારની કિંમતની 3 હજાર 484 વિદેશી દારૂની બોટલોનો જથ્થો અને સાથે વાહન મળી ને કુલ 21.84 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર વિદેશી દારૂના કટિંગ દરમિયાન દેવેન્દ્ર પરીહાર, સોનું લક્ષ્મણસિંહ રાજપૂત, ટીનીયો ઠાકોર (દહેગામ), મહમદ શરીફ, સંદીપ દીવારકર, કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ, મૂકેશ મારવાડી અને નાઝીર હુસૈન ઉસ્માનગની સિંધીને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.