તો આ કારણે રીવાબા જાડેજા અને પુનમ બેન માડમ વચ્ચે ડખો થયો હતો ?? જુઓ રીવાબા એ મિડીઆ સમક્ષ શુ કીધુ ???
હાલમાં જ જામનગર મહાનગરપાલિકા ખાતે યોજાયેલ મારી માટી મારો દેશ અભિયાનમાં જામનગર ધારાસભ્ય રિવાબા જાડેજા જાહેર કાર્યક્રમ દરમિયાન એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. રિવાબા પોલીસ અધિકારી અને સાંસદ પૂનમબેન માડમની હાજરીમાં બેફામ બોલી રહ્યા છે. એટલું જ નહીં રિવાબા જાડેજાએ તેમના ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓની પણ ગરિમા ના જાળવી ના બોલવાના શબ્દો બોલ્યા હતાં.
ભાજપના સાંસદ સહિતના ઉચ્ચ અધિકારી હાજરીમાં કોઈક કારણોસર મેયર અને રિવાબા જાડેજા વચ્ચે માથાકૂટ થઈ હતી. ગુસ્સે થયેલા રિવાબા જાડેજા ના બોલવાનું બોલીને કહ્યું હતું કે, કેટલાક લોકોને કંઈ ભાન પડતી નથી તેમ છતાં પણ તે સ્માર્ટ બને છે.” એટલું જ નહીં રિવાબાએ જતાં-જતાં પણ એવું કહી દીધું હતું કે, ”વડીલપણું ચૂંટણીમાં જોઈ લીધું છે.”
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તેમજ આ ઘટના અંગે અનેક પ્રકારની વાતો પણ થઈ રહી છે. સૌ જગ્યા એ રિવાબા જાડેજાએ સિનિયર નેતાનું અપમાન કર્યું એવી ચર્ચાઓ પણ થઈ રહી છે. તેમજ સૌથી ખાસ વાત એ કે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વચ્ચે પડી બાદ સમગ્ર મામલો શાંત પડ્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ બાબતે રિવાબા જાડેજાએ પણ મીડિયા સમક્ષ પુનમ બેન માડમ વચ્ચે ડખો થયો હતો તે અમે આપને વિગતવાર જણાવીએ.
રિવાબા જાડેજા એ મીડિયા સમક્ષ ચોખવટ લરતા“કોર્પોરેશનો કાર્યક્રમ હતો. આ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ સરસ રીતે ચાલતો હતો. એ પછી મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત શહીદ સ્મારકે શ્રદ્ધાંજલિ આપવાની હતી. જે અંતર્ગત શહીદ સ્મારકની આજુબાજુ ટ્રિબ્યુટ આપી શકીએ એ માટે એક ફૂલની માળા અથવા હાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા હોઇએ છીએ.”
જેમાં સાંસદ પૂનમબેન માડમે ચપ્પલ પહેર્યા હતા અને શહીદોને ફૂલની માળા અર્પણ કરી હતી. આ પછી મારો વારો હતો અને મેં ચપ્પલ કાઢીને શહીદોને ફૂલની માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મારા પછી જેનો વારો હતો તેમણે પણ ચપ્પલ કાઢીને શહીદોને ફૂલની માળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારે પૂનમબેન માડમે મારા પર કોમેન્ટ કરી હતી કે, અમુક લોકોને ભાન પડતી નથી તે ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢીને શ્રદ્ધાંજલિ આપે છે. જેથી મેં મારી સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જવાબ આપ્યો હતો અને પોતાના આત્મસમાન માટે તેમણે આ ઘટના બાબતે ચોક્કસ નિવેદન આપેલ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.