Gujarat

ઘોલ કળીયુગ ! પિતરાઇ ભાઇએ બહેન સાથે ન કરવાનુ કૃત્ય કર્યુ અને સોસીયલ મિડીઆ પર ફોટો…..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેના લીધે ખાસ કરીને યુવાનો વધુ સંકટમાં મુકાઈ છે. હાલમાં જ એક એવી દુઃખ ઘટના બની જેના વિશે જાણીને તમેં પણ ચોંકી જશો.ઘોલ કળીયુગ ! પિતરાઇ ભાઇએ બહેન સાથે ન કરવાનુ કૃત્ય કર્યુ અને પછી જે થયું એ ખૂબ ક ચોંકાવનાર છે. આ ઘટના અંગે વધુ માહિતગાર થઈએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સરદારનગર રહેતા એક લઈતરાઈ ભાઈએ જ સગીર બહેનની છેડતી કરી હતી અને પોતાના મોબાઈલમાં પાડેલા ફોટા વાયરલકરવાની ધમકી આપી હતી. બહેન સમજાવ્યા બાદ પણ યુવાને બહેનને ઉપાડી જઈ સમાજમાં બદનામ કરવાની તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિત યુવતીએ પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હાલમાં પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચેતવણી સમાન છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો 15 વર્ષની સગીરાના પિતાએ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, તેમના ભત્રીજાએ પોતાની સગીર દીકરીની છેડતી કરી હતી આને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી યુવકના માતા-પિતાનું અવસાન થયું હોવાથી તે અવાર નવાર તેમના ઘરે આવતો હતો અને રોકાતો પણ હતો.

એકલતા નો લાભ લઈને 15 વર્ષની સગીર દીકરી સાથે શારીરિક અડપલાં કરતો અને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. તેમજ તેને પોતાના મોબાઈલમાં પાડેલા સગીરાના ફોટા વાયરલ કરી દઈ સમાજમાં બદનામ કરી દેવાની ધમકી પણ આપતો હતો. આ તમામ ઘટનાની હદ તો ત્યારે વધી જ્યારે યુવકે એકલતાનો લાભ લઈને ઘરે આવ્યો.

પોતાની કાકી સાથે બીભત્સ વર્તન કરીને ગાળાગાળી કરી હતી. સગીર દીકરીને ઉપાડી જવાની તેમજ સમાજમાં બદનામ કરવાની તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પરિવાર જનોએ યુવાન ને સમજાવ્યો છતાં પણ નાં સમજતા આખરે કંટાળીને કાકાએ પોતાના સગા ભત્રીજા વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!