લો બોલો! અફ્રિકનો ગુજરાતી ગરબાએ જુમ્યા, વિડીયો જોઈને હંસીને લોટપોટ થઈ જશો…. જુઓ વિડીયો
આપણે જાણીએ છે કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકો છોકે આફ્રિકન લોકો ગુજરાતી ગરબા રમી રહ્યાં છે. ખરેખર આ વિડીયો જોઈને લાગે કે આ તો આફ્રિકન લોકો ગુજરાતી બની ગયા છે કે શું. તો તમને જણાવી દઈએ કે આ આફ્રિકન તો ગુજરાતી જ છે ભલે તે મૂળ આફ્રિકાના હોય પણ તેમનામાં ગુજરાતીપણુ જ છે.
આ વિડીયો જોઈને અંચબામાં પડી જવાઈ કે આ આફ્રિકન લોકો ગુજરાતી ગરબા કઈ રીતે આવડત હશે ? ચાલો અમે આપને જણાવીએ કે આ આફ્રિકમ લોકો ગરબા શા માટે રમે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં ગીર બાજુ એક મીની આફ્રિકા આવેલું છે. આપણા ભારત દેશ વિવિધતા ભરેલો છે અનેક જાતીઓ અનેક ધર્મ અને રીત રિવાજો થી અને કહાવાય છે કે બાર ગાવે બોલી બદલાઈ છે.
આ ગામ ગીર ના જાંબુરગામ ની વિશેષતા એ છે કે અહી આફ્રિકન લોકો અનેક વર્ષો થી અહી વસવાટ કરે છે. કાળો વાન અને વાંકડિયા વાળના લોકો જે સિદ્દી અથવા હપ્સી નામથી ઓળખાય છે એ આફ્રિકની બંનતુ સમુદાય છે. આ ગામમાં તમે જાવ એવું લાગે કે જાણે તમે આફ્રિકમાં આવી ગયા છો. 750 વર્ષ પહેલા પોર્ટૂગીસ ઇસ્ટ આફ્રિકામાંથી એમને ગુલામ બનાવીને અહીં લાવ્યા હોવાનું મનાય છે.
આજે હપ્સીઓની સંખ્યા 4300 જેટલી છે. શરીરે આફ્રિકન એવા સિદ્દીઓ હવે પાક્કા ભારતીયો બની ગયા છે. છતાં તેમને તમારી મૂળ સંસ્કૃતિ જાળવી રાખી છે. અને ભારત મા તેવો ભાઈચારા ની ભાવના સાથે રહે છે અને તેવો નુ માનવુ છે કે ભારત જેવી મજાઅને બીજા કોઈ દેશ મા નથી. તેઓ ગુજરાતમાં આવ્યા બાદ દૂધમાં સાકળ ભળે એમ ભળી ગયા છે. ખરેખર આ વિડીયો એ દર્શાવે છે કે જેવા દેશમાં રહીએ એવા દેશનો સંગ અને સંસ્કૃતિ આપણી જ લાગવા લાગે છે