400 થી વધુ વિકેટ લેનાર ક્રિકેટના ખેલાડી લીધી નિવૃત્તિ! સ્પોર્ટ્સને 15 વર્ષ સુધી જીવન આપ્યું
કહવાય છે ને કે મનોરજનનાં દરેક ક્ષેત્રમાં લોકોની ચાહના હોય છે.ફિલ્મગ જગત હોય કે પછી સંગીતની દુનિયા કે પછી સ્પોર્ટ્સ! સૌ કોઈની પોતાની પસંદગી છે. જ્યારે જીવનમાં આ વ્યક્તિઓ સાથે લગાવ થઈ જાય છે ત્યારે તેમનાં જીવન સાથે આપણો એક અતૂટ જ્ઞાતો બંધાય જાય છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ધોની અને સચિન જ્યારે ક્રિકેટની દુનિયામાંથી નિવૃત્તિ લઈ લીધું હતી ત્યારે સૌ કોઈ ચાહકોમાં દુઃખનો માહોલ વર્તાયો હતો ત્યારે ફરી એકવાર લોકપ્રિય ક્રિકેટર જેને 400 થી વધુ વિકેટ લીધી તે વિદાય લઈ રહ્યો છે. ત્યારે ચાલો તેનું કારણ જાણીએ.
ઝડપી બોલર પંકજસિંહે શનિવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ભારત તરફથી બે ટોસ્ટ અને એક વનડે રમનારા આ ઝડપી બોલરે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (આરસીએ) ને એક પત્ર દ્વારા આ માહિતી આપી હતી. તેમણે લખ્યું, ‘આજનો દિવસ મારા માટે સૌથી કઠણ દિવસ છે પણ આભાર દર્શાવવાનો દિવસ પણ છે. આરસીએ, બીસીસીઆઈ, આઈપીએલ અને સીએપી (ક્રિકેટ એસોસિએશન ઓફ પોન્ડિચેરી) તરફથી રમવાનું મારા માટે ખૂબ જ સન્માન છ
હું લગભગ 15 વર્ષથી આરસીએનો ભાગ રહ્યો છું અને આ સમય દરમિયાન મેં ઘણાં લક્ષ્યો હાંસલ કર્યા છે. આરસીએ હેઠળ અતુલ્ય અનુભવ મેળવ્યો. આરસીએ સાથેની મારી મુસાફરી હંમેશાં યાદગાર રહી છે અને તે હંમેશા મારી પ્રથમ અગ્રતા રહેશે.પંકજસિંહે રાજસ્થાન તરફથી 2004 માં પ્રથમ વર્ગ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 2014 ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં બે ટેસ્ટ અને શ્રીલંકા સામે 2010 માં ઝિમ્બાબ્વેમાં યોજાયેલી ત્રિકોણીય-શ્રેણીમાં એક ટેસ્ટ રમ્યો હતો. વર્ષ 2010-11અને 2012સીઝનમાં રાજસ્થાનને રણજી ટ્રોફીનો ખિતાબ જીતવામાં મદદરૂપ બનનાર. હતો. અચાનક નિવૃત્તિ જાહેર કરતા ચાહકો નિરાશ થયા છે.