સુરત ના SRK ગ્રુપ દ્વારા 70 યુગલો નો ભવ્ય સમુહ લગ્ન યોજાયા ! દિકરીઓ ને 3 લાખ નો કરીયાવાર અને 10 દિકરીઓ….જુઓ તસવીરો
સુરત શહેર હંમેશા ચર્ચાનો વિષય બને છે તેમજ સૌથી ખાસ વાત એ છે કે સુરત શહેરમાં દર વખતે અનોખું કાર્ય થાય છે. હાલમાં જ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ દ્વારા 7મો પ્યોર વિવાહ સમૂહ લગ્ન ગોપીન ગામ ખાતે ઉજવ્યો ભવ્ય રીતે અને આ લગ્ન એ
રીતે યોજાયા કે સૌ કોઈની આંખો મીંચાઈ ગઈ કારણ કે, આજના સમયમાં એક દીકરીનો પિતા જેટલો જાજરમાન કરીવાર કરે છે એનાથી વિશેષ આ લગ્નમાં દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યું
સેવાભાવી ગોવિંદભાઈ ધોળકિયા દ્વાર સ્વતંત્ર ભારતના ગૌરવશાળી 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં આ ઉજવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 70 યુગલો પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, આ સમુહ લગ્નમાં દીકરીઓ મ 3 લાખનો કરિયાવર આપવામાં આવ્યો હતો.
સતત છ વર્ષથી પ્યોર વિવાહ થકી એક ઉમદા સામાજીક કાર્ય કરવામાં આવે છે, આ સમૂહ લગ્નમાં બિઝનેસ મેન ગોવિંદ ધોળકિયાનો સંપૂર્ણ પરિવાર, પાર્ટનર્સ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા તેમજ 12000 લોકોએ હાજરી આપી હતી. પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે અપીલ કરી હતી. ગુજરાતી ફિલ્મના કલાકાર હિતેન કુમાર અને જાનકી બોડીવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમૂહ લગ્ન તો દર જગ્યા એ થાય છે પરંતુ આ સમૂહ લગ્નમાં એક નવું પગલું ભરવામાં આવ્યું હતું, જે સમાજના લોકો માટે એક ઉત્તમ સંદેશ છે. આજન સમયમાં લોકો દીકરીએ બોજ સમજે છે, ત્યારે.10 દીકરીઓના માતા-પિતા એવા દેવરાજભાઈ અને શારદાબેન શેલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
વાત જાણે એમ છે કે, બોટાદ તાલુકાના તાજપર ગામના રહેવાસી લાભુભાઈ દેવરાજભાઈ સેલિયાને 10 દીકરીઓ છે જેમાંથી પ્રથમ છ દીકરીઓના ઘરેથી લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે ચાર દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવવામાં આવી છે. હાલમાં જ યોજાયેલ સાતમા પ્યોર વિવાયમાં તેમની દીકરી પલક અને ગોપી ના લગ્ન કરવામાં આવ્યા હતા.
ગોવિંદભાઈ ધોળકિયાએ શેલીયા પરિવારનો વિષય સન્માન કર્યું કારણ કે આજે બેટી બચાવો બેટી પઢાવોના નારા ચાલી રહ્યા છે ત્યારે આ શેલીયા પરિવાર દ્વારા દસ દીકરીઓને ઉછેરીને દસ પરિવારમાં આપવામાં આવી છે.
10 ઘર બંધાયા છે ત્યારે આ દીકરીઓવાળુ પરિવાર સન્માનને પાત્ર છે. કારણ કેન એક કે બે સંતાન ઉછેરવામાં પણ માતા-પિતાને તકલીફો અનુભવતા હોય છે ત્યારે શેલીયા પરિવારે 10-10 દીકરીઓને ઉછેરીને કાબેલ બનાવી છે.
ખરેખર ગોવિંદભાઈ પણ આજના સમયમાં જે સેવા કાર્યો કરી રહ્યા છે એ પણ ખૂબ જ સરહાનિય છે કારણ કે સમાજમા આજે બીજાના માટે કાર્ય કરવા વાળા ઓછા છે.
તેમની પાસે અઢળક સંપત્તિ હોવા છતા પણ તેઓ બીજાના કામ માટે વાપરે છે ત્યારે તેમને ભગવાન પણ અંનત ગણું આપે છે. ગોવિંદભાઈનું જીવન ગરીબીમાં વીત્યું અને મહેમત થકી અબજો રૂપિયાની સંપત્તિ બનાવી છે છતાં એક સામાન્ય માનવી જેવા જ છે.