સ્ટાર્ટઅપ કંપની ‘પંખુડી’ના ફાઉન્ડરનું અચાનક મોત, 32 વર્ષની ઉંમરે હાર્ટ-એટેક
ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થશે! ખરેખર આ વાત સત્ય છે. આજના સમયમાં વ્યક્તિનાં જીવનમાં એક પળમાં ન જાણે શું થવાનું છે કોઈ નથી જાણતું.હાલમાં જ આવી એક દુઃખ ઘટના બની છે. એક સેવાકાર્ય કરતી યુવતીનું ખૂબ જ નાની ઉંમરે હાર્ટ અટેક થી નિધન થતા શોકમય વાતાવરણ છવાઈ ગયું. હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,સોશિયલ કોમ્યુનિટી પ્લેટફોર્મ ‘પંખુડી’ અને હોમ રેન્ટલ સ્ટાર્ટઅપ ‘ગ્રેબહાઉસ’ જેવી સ્ટાર્ટઅપની ફાઉન્ડર પંખુડી શ્રીવાસ્તવનું અચાનક મોત થતાં લોકો સ્તબ્ધ છે.
આ ઘટના બની છે,ઉત્તરપ્રદેશના ઝાંસીની રહેવાસી પંખુડીની જેમની ઉંમર ફક્ત 32 વર્ષ જ હતી. આવી નાની ઉંમરે તેમને અનેક સારા કાર્યો કરીને સમાજ માટે પ્રેરણાદાયી બનેલ.આ વાતની જાણકારી પંખુડીના સત્તાવાર ટ્વિટર હેન્ડલે શોક સંદેશ જાહેર કરી કહ્યું છે કે, 24 ડિસેમ્બરે અચાનક આવેલા હાર્ટઅટેકના કારણે અમારી કંપનીની CEO પંખુડી શ્રીવાસ્તવનું નિધન થઈ ગયું છે. હાલમાં જ 2 ડિસેમ્બર 2021નાં રોજ પંખુડીએ લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ત્યારે ખૂબ જ નાની વયે જીવન ટૂંકાવી દેતા સૌ કોઈ તેમના શુભચિંતકોમાં શોક છવાઈ ગયો છે.
સ્ટાર્ટઅપ અને વેન્ચર કેપિટલિસ્ટની દુનિયાના તેની ખોટ વર્તાશે તેમજ પંખુડીની કંપનીઓમાં રોકાણ કરનારા લોકો પણ ખુડીના નિધનને લઈને કલારી કેપિટલના ફાઉન્ડર વાણી કોલા, ઈન્ડિયા કોશન્ટના ફાઉન્ડર આનંદ લુનિયા, સર્જ સહિતના લોકોએ ટ્વીટ કરી પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.અનેક મહાન લોકો એ તેમને શ્રદ્ધાજંલી પાઠવી હતી અને પંખુડી શ્રીવાસ્તવે પોતાની પહેલી કંપની Grabhouse 2012માં ઊભી કરી હતી.
જેને સિકોઇયા કેપિટલ, કલારી કેપિટલ અને ઈન્ડિયા કોશન્ટે ફંડિંગ કર્યું હતું. આ કંપની લોકોને ભાડે ઘર અપાવવામાં મદદ કરતી હતી. જે બાદ તેને પોતાની કંપની Quikrને વેચી દીધી હતી. જે બાદ તેને ‘પંખુડી’ની શરૂઆત કરી હતી. આ મહિલાઓ માટે સોશિયલ કોમ્યુનિટી નેટવર્કની કંપની છે, જ્યાં મહિલાઓ લાઈમ સ્ટ્રીમિંગ અને ચેટ કરીને કંઈક નવું શીખી શકે છે તેમજ ખરીદી પણ કરી શકે છે.ખરેખર આવું ઉત્તમ કાર્ય કરનાર યુવતી નું અચનાક નિધન થતા ખૂબ જ આઘાત લાગ્યો છે. જીવનમાં મુત્યુ કયા ઘડીએ એ જિવનના દ્વારે આવીને ઊભા રહી જાય એ કોઇ નથી જાણતું.