સ્ટેટ મોનિટરિંગ સેલ એક્શન મોડ મા ! ગુજરાત મા દારુનુ મોટુ રેકેટ ચલાવતા વિનોદ સિંધી અને નાગદાન ના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરયા…
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતમાં દારૂના ગેર કાયદેસર વેચાણ માટે અને બુટલેગરોને પકડવા માટે સતત કાર્યરત રહે છે, આપણે જાણીએ છે અનેક વાર દારુઓનું વેંચાણ કરતા માફિયાઓને પકડી પાડ્યા છે, ત્યારે હાલમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ ગેર કાયદેસર દારૂના વેચાણને ખુલ્લું પાડી દીધું છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, આખા રેકેટમાં દારૂનું નેટવર્ક અને પૈસાનો હવાલો કઈ આંગડિયા પેઢીઓ મારફતે થતો હતો. આ સંબંધિત તમામ પુરાઓ ભેગા કરવામાં આવ્યા છે.
આ ઘટનામાં પ્રથમ વખત બૂટલેગરોના આખા રેકેટની કડી સ્ટેટ મોનિટરિંગ સેલે મેળવી અને ગુજરાત અને રાજસ્થાનના સૌથી મોટા દારૂના ડીલર વિનોદ સિંધીના રાજ ખોલી નાખ્યા છે. વડોદરાનો વિનોદ સિંધી ગુજરાતમાં દારૂનો સોદાગર છે, તેના ટ્રાન્જેક્શન અને વૈજ્ઞાનિક પૂરાવા પણ હવે સ્ટેટ મોનિટરિંગે મેળવી લીધા છે. બૂટલેગરો હાલ કરોડોના આસામી બની ગયા છે. તેઓ સમગ્ર નેટવર્ક ટેક્નોલોજી અને મેન્યુઅલ નેટવર્કથી ચલાવે છે.
આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, કુખ્યાત બુટલેગર એક સમયે નમકીનનો ધંધો કરતો હતો અને આજે વિનોદ સિંધી ધીમેધીમે દારૂના નેટવર્ક પર ડાયવર્ટ થઈ ગયો હતો. ખાસ વાત એ કે પોતાનું ભેજું ચલાવીને તેને દારૂનું નેટવર્ક અલગ કર્યું હતું અને પાર્ટનરો બનાવ્યા હતા. ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વિનોદ સિંધીનો જ દારૂ જાય તેવી આખી સિસ્ટમ ગોઠવી નાખી. આ ઘટનામાં ચોંકાવનાર વાત એ છે કે, લતીફ જે રીતે દારૂમાં ધંધામાંથી માફિયા બન્યો અને તેણે પોતાની ગેંગ બનાવી તે રીતે હવે વિનોદ સિંધી માહેર થઈ ગયો હતો.
એક સમયે લતીફ જે રીતે દારૂમાં ધંધામાંથી માફિયા બન્યો અને તેણે પોતાની ગેંગ બનાવી તે રીતે હવે વિનોદ સિંધી નાગદાન અને તેની સાથે જોડાયેલા દારૂની લાઇનના સોદાગરો જેમને કેટલાક પોલીસ ભ્રષ્ટ અધિકારીઓની પીઠબળ છે તેને પડદા પાસ કરવા માટે સ્ટેટ મોનિટિંગ સેલના અધિકારીઓ દ્વારા તમામ તપાસ કરીને આજે વિનોદ સિંધી નાગદાન અને તેના સાથીઓનીબેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે જેમાં કરોડો રૂપિયા પડ્યા છે આ બધા દારૂમાંથી કમાયેલા રૂપિયા છે હવે પોલીસ તેમની પ્રોપર્ટી સીલ કરવા માટે પ્રયાસ કરી રહી છેસ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 35 કરોડના વ્યવહાર શોધી કાઢ્યા છે.