ગુજરાત ના આ ગામ મા જન્મ થયો હતો નીરમા કંપની ના માલિક કરશનભાઇ પેટલ નો ! જીવન મા આવી રીતે સફળતાં મેળવી..
મિત્રો આપણે સૌ જાણીએ છે કે આં દુનિયા માં કોઈ પણ વસ્તુ અસક્ય નથી આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા વ્યક્તિ ને અનેક તાકતો આપવામાં આવી છે જેની મદદથી વ્યક્તિ પોતાનું જીવન સરળતાથી પસાર કરે છે મનુષ્ય પાસે રહેલ મગજ ઘણું જ શાતીર અને કુશળ છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં કોઈ પણ લક્ષ મેળવવો અઘરો નથી બસ આ લક્ષ સુધી પહોચવા માટે વ્યક્તિએ સાચી દિશામાં મહેનત કરવી જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે મહેનત કરનાર વ્યક્તિ ની મહેનત ક્યારે પણ વ્યર્થ જતી નથી.
આપણે અહી આવાજ એક ખાસ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે સામાન્ય પરિસ્થિતિ માં પણ મહેનત અને આવડત દ્વારા સફળતા ના ઉચા શીખરોસર કર્યા ઉપરાંત અનેક લોકો માટે આદર્શ બન્યા આપણે સૌ અનેક ધનવાન લોકોને જોયા છે પરંતુ ઘણા એવા ઓછા ધનવાન લોકો છે કે જેઓ કોઈની મદદ કે સારી સ્થિતિમાં ના હોવા છતાં પણ પોતના સપનાને સાકાર કરવા એવી મહેનત કરી કે આજે તેમની ચર્ચા લોકોમાં થાય છે.
આપણે અહી આવાજ એક સફળ ઉદ્યોગ પતિ કરશન ભાઈ પટેલ વિશે વાત કરવાની છે. તો ચાલો આપણે કરશન ભાઈ પટેલ અને તેમની કંપની ની સફળતા પાછળ ની તેમના સંઘર્ષ વિશે માહિતી મેળવીએ. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કરશન ભાઈ નીરમાં કંપની ના માલિક છે કે જેમનો વોશિંગ પાઉડર દેશ વિદેશમાં અનેક જગ્યાએ વેચાય છે લોકોને તેમની પ્રોડક્ટ ઘણી પસંદ આવે છે. આજે પણ લોકોની ડીટર્જંન્ટ માં પહેલી પસંદ નીરમાં ની જ છે.
લોકોમાં તેમની બ્રાંડ ની લોક પ્રિયતા એટલી બધી છે કે લોકો નીરમાં નામ ને અને ડીટર્જંન્ટ શબ્દને પર્યાય માનવા લાગ્યા છે. જો કે આ સફળતા કરશન ભાઈને આસાનીથી મળી નથી આ માટે તેમણે ઘણી મહેનત કરી છે. સૌ પ્રથમ જો વાત કરશન ભાઈ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ એક સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. કરશન ભાઈ પટેલે પોતાનો ડીટર્જંન્ટ વેચવાની શરૂઆત વર્ષ ૧૯૬૯ માં કરી હતી અને તેમનો જન્મ મહેસાણા મા થયો હતો.
આ સમયે ડીટર્જંન્ટ બનાવવાનું અને તેને વેચવાનું તમામ કામ કરસન ભાઈ જ કરતા હતા તેઓ પોતાના ઘરમાં પાઉડર બનાવતા અને પોતાની સાઇકલ લઈને ઘરે ઘરે વેચવા માટે જતા હતા. ધીરે ધીરે લોકોને તેમનો પાઉડર પસંદ આવવા લાગ્યો તેઓ પોતાના ગ્રાહક ને એવી પણ ખાતરી આપતા કે જો કપડા માંથી ડાઘ ના જાય તો વેચેલ માલ પાછો લઇ લેશે.
આ ગેરેંટી ને કારણે લોકોમાં તેમના પાઉડર ને લઈને ચાહના વધી અને તેમનો માલ વેચાવવા લાગ્યો જેમાં બીજું અગત્યું નું પરિબળ આ ડીટર્જંન્ટની કીમત પણ હતી જે સમયે વિદેશી કંપનીઓ સસ્તામાં સસ્તો ડીટર્જંન્ટ પાઉડર ૧૩ રૂપિયે પ્રતિ કિલો વહેચતા તેવામાં કરશન ભાઈ પોતાનું ડીટર્જંન્ટ ૩ રૂપિયા પ્રતિ કિલો વહેચતા હતા આમ લોકોને ઓછા પૈસા વધુ સારી વસ્તુઓ મળવા લાગી અને તેમનો માલ વેચાવા લાગ્યો.
જો કે કરશન ભાઈએ પોતાના ડીટર્જંન્ટ પાઉડર નો વેપાર શરુ કર્યો ત્યારે અનેક વિદેશી કંપનીઓ હરીફાઈમાં હતી જેમની પાસે ઘણા પૈસા હતા તેવામાં સાવ ઓછા પૈસે શરુ કરેલ ધંધો એટલો મોટો થશે અને એક બ્રાંડ બની જશે તેવો વિચાર કરશન ભાઈ પટેલ ને પણ ના હતો. આજે નીરમાં કંપની ૧૪૦૦૦ લોકો કરતા પણ વધુ લોકોને રોજગારી આપે છે જયારે આ કંપની નો ટન ઓવર આશરે ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે.