ભોળાદ ધામના સુરાપુરા દાદાએ પરચો પૂર્યો! ભાવનગરના ભક્તને ઘેર ૧૮ વર્ષ બાદ પારણું બંધાયું, જુઓ વિડિયો….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના ધોળકા તાલુકામાં આવેલું શ્રી સુરાપુરા દાદા ભાળોદ ધામ આજે અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ અવશ્ય પૂર્ણ થાય છે. આજે ગુજરાતના ખુણે ખુણે થી અઢારે વરણ ના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નીમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. ખરેખર કહેવાય છે આ જગતમાં જે બીજાના માટે કાર્ય કરે તે જ સૌથી શ્રેષ્ઠ છે.
આજે અમે આપને એક એવા ભક્ત વિશે જણાવીશું જેમણે ભોળા ધામની દિવ્યતાની વાત કરી છે, તેમણે કોઈપણ માનતા નહોતી માની છતાં પણ તેમના જીવનમાં એક એવી ખુશીનું આગમન થયું જેની રાહ તેઓ છેલ્લા 18 વરસથી જોઈ રહ્યા હતા. આજના સમયમાં મોટા ભાગના લોકો સંતાન સુખથી વંચિત હોય છે અને જેને શેર માટીની ખોટ હોય એના માથે તો જગત આખાનું દુઃખ ખોળે સમાન છે. જેથી લોકો સંતાન સુખ માટે અનેક માનતાઓ માનતા હોય છે જેથી તેમના ઘરે પારણું બંધાય. હાલમાં જ ભોળાદ ધામમાં એક આવા જ ભક્ત પધાર્યા અને તેમણે એવી વાત જણાવી કે તે જાણીને તમે પણ હરખાય જશો કે, ખરેખર ભોળાદ ધામમાં બાપા તો હાજરા હજૂર છે.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પણ વાયરલ થયો છે અને આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, ભક્ત સુરાપુરા દાદાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને પોતાની ખુશીની લાગણી પણ સૌ સમક્ષ કહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ભક્તના ઘરે 18 વર્ષે પારણું બંધાણું છે. આ ભક્તે વીડિયોમાં કહ્યું છે કે, મારું નામ રાજેન્દ્ર સિંહ ચાવડા છે મારું ગામ સાલપરા છે અને હાલ હું ભાવનગર રહું છું.
કુળદેવી ” ખોડિયાર માઁ” અને શ્રી સુરાપુરા દાદાના આશીર્વાદથી 18 વર્ષે મારા ઘરમાં પારણું બંધાણું છે.કોઈ ટેક કે માનતા નથી મનથી મારા ઘરના અને મે અગરબત્તી ચાલુ કરી હતી. અમે આઈ.વી.એફ કરાવ્યું અને પહેલીવાર જ રીઝલ્ટ મળી ગ્યું અને મોગલ માઁ ના જન્મ દિવસેજ મારી દીકરીનો જન્મ થયો છે અને દાદાની રાશિ આવી છે. યુવકના ચહેરા પર દીકરીના જન્મની ખુશી ખુબ છલકાઈ રહી છે. ખરેખર કહેવાય છે ને કે ઉપરવાળો જ્યારે દે છે જ્યારે માણસના ખોળે જગત આખાનું સુખ આપી દે છે એટલે જ ભગવાન પર ભરોસો રાખીએ તો જીવનમાં સદાય સુખનું આગમન થશે.
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, વીડિયોમાં દાનભાબાપુ પણ જોવા મળી રહયા છે. ખરેખર આજે દાનભા ભુવાજી અનેક ભાવિભક્તો દુઃખો દૂર કરીને લોકોનું જીવન કલ્યાણકારી બનાવી રહ્યા છે, તેનાથી વિશેષ વાત એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે. અને ભક્તો પીએન તેમના પીઆર પૂરો વિશ્વાસ અને શ્રધા રાખી દૂર દૂર થી પોતાની મનોકામના પૂરી કરવા આવતા હોય છે. શ્રદ્ધા જ્યાં હોય ત્યાં ભગવાન હાજરા હજૂર હોય છે અને સુરાપુરા દાદા આજે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.