સુરતના આ પટેલ યુવકે સમાજમાં મોટો દાખલો બેસાડ્યો ! પોતાની લગ્ન કંકોત્રીમાં લખાવ્યું એવું લખાણ કે હવે થઇ રહ્યા છે વખાણ….
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો લગ્નગાળો જામી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલ રોજબરોજ અનેક લગ્ન થતા હોય છે જેમાંથી અમુક એવા લગ્ન હોય છે જે સમાજમાં તો દાખલો બેસાડતા જ હોય છે પરંતુ એક સારો એવો સંદેશ પણ આપતા હોય છે. એવામાં હાલ અમે એક એવી અનોખી લગ્ન કંકોત્રી વિશે જણાવાના છીએ જેને જોયા બાદ તમે પણ વખાણ કરતા જ નહીં થાકો.
હાલ જો વાત કરીએ તો અનોખી કંકોત્રી તૈયાર કરવાનો ટ્રેન્ડ બની ચુક્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વર્તમાન સમયમાં જ લોકો અનેક એવી અનોખી કંકોત્રી બનાવી રહ્યા છે, એવામાં મૂળ અમરેલી જિલ્લાના વિકાસ રાખોલીયા નામના યુવકની સગાઈ રિદ્ધિ વડોદરિયા સાથે નક્કી કરવામાં આવી હતી. આ સગાઈમાં વધુ પડતો તથો ખર્ચ અટકાવીને આ કપલે બે જરૂરિયાત મંદ બાળકોની પસંદગી કરીને તેનો અભ્યાસ ખર્ચ ઉઠાવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.
સગાઈ શાનોશોકતથી કરવાને બદલે આ કપલે સાદાઈથી સગાઈ કરીને બચાવેલ પૈસાથી બે બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવશે. ખરેખર આવો નિર્ણય વખાણ કરવા લાયક છે. લગ્નની વાત કરીએ તો લગ્નની કંકોત્રી પણ એવી અનોખી રીતે બનાવામાં આવી હતી કે જોનાર સૌ કોઈ વખાણી રહ્યું છે. જણાવી દઈએ લે લગ્નની કંકોત્રીમાં પહેલું વચન વૃક્ષો માટે, બીજું વચન ટ્રાફિન નિયમ પાલન, ત્રીજું વચન વ્યસન અને વ્યાજ ખોરીથી દૂર રેહવું અને બીજાને પણ દૂર રાખવા, આમ પેહલા ચાર વચનો લીધા હતા.
જે બાદ પાંચમા વચનમાં ચક્ષુદાન-દેહદાનનો સંકલ્પ, છઠ્ઠું વચન સમાજ અને રાષ્ટ્ર માટે વફાદારી અને સાતમું વચન લોક જાગૃતિનું લેવામાં આવ્યું હતું. આમ કુલ સાત વચનોને કંકોત્રીને લખવામાં આવ્યા હતા જે ઘરે ઘરે જઈને સમાજના લોકોને એક જાગૃતિ પુરી પાડશે. સમાજમાં આવી રીતે જાગૃતિ લાવવાનો આવો પ્રયાસ ખરેખર વખાણલાયક છે.
પોતાના પ્રસંગ અંગે વિકાસ રાખોલીયાએ પણ નિવેદન આપ્યું હતું કે બીજાની દેખા દેખીમાં ખોટા ખર્ચા કરીને પ્રસંગ કરીશું તો સમાજમાં બી પાંચ લોકો વાહવાહ કરશે પણ જો આવા નકામા ખર્ચાને અટકાવીને જરૂરિયાત મંદ બાળકોને મદદ કરશું તો તેમનું ભવિષ્ય સુધરી જશે અને તેમના માતા-પિતાના આશીર્વાદ મળશે.વિકાસભાઈની આવી વાતોએ સૌ કોઈનું દિલ જ જીતી લીધું હતું.