Gujarat

સુરત ની પરણીતાને ઓનલાઈન ફ્રેન્ડશીપ કરવી ભારે પડી ! મિત્રએ અને તેના ભાઈ બન્ને એ વારા ફરતી…

હાલમાં જ સુરત શહેરની પરિણીત મહિલા સાથે એવો બનાવ બન્યો કે, દરેક યુવાનો અને યુવતીઓ માટે ચેતવણી રૂપ સમાન છે. સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિઓ સાથે ફ્રેડશિપ ચેટ કરનારા લોકો ચેતી જજો કારણ કે હાલમાં જ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામમાં રહેતી એક 23 વર્ષીય પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ ભારે પડી ગઇ. આ ઘટના અંગે જાણીને તમે પણ સાવચેત થઈ જશો.

મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના ઓલપાડ તાલુકાના ગામમાં પતિ અને પુત્ર સાથે રહેતી 23 વર્ષીય પરિણીતા સાથે ઓલપાડમાં રહેતાં રજનીએ ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ કરીને તેને એકલા મળવા માટે બોલાવી અને મહિલા પણ ભરૂચ ગઈ. ત્યાબાદ ભરૂચમાં રજની પરિણીતાને લઈ કબીરવડ ગયો હતો. જ્યાં તેણે પરિણીતા સાથે ફોટો પાડી લીધા હતા અને વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ચોંકાવનારી વાત એ છે કે, આ સંબંધની જાણ રજનીના પિતરાઈ ભાઈને થતાં તેને મહિલા સંબંધ બાંધવા દબાણ કર્યું પણ પરિણીતાઆ મામલે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા જણાવ્યુ હતું કે, ફોટો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર મોટા બોરસરા ગામે આવેલી એક હોટેલમાં તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

રજની જે કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે, તે કારખાનું તેના પિતરાઈ ભાઈ મુકેશ ધનજીભાઈ રાદડિયાનું છે. મુકેશને રજનીના સંબંધની ખબર પડતાં વિડીયો કોલ કર્યો હતો. ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, વિડીયો કોલમાં મુકેશે પરિણીતાને કહ્યું કે, તારા કપડા કાઢ. આમ તેણે પરિણીતા પાસે કપડાં કઢાવ્યા હતા.

આ ઘટના બાદ અવારનવાર મુકેશ અને રજની પરિણીતાને ધમકી આપતાં કોલ કરતાં હતા. રજનીએ પરિણીતાને ધમકી આપવા વિડીયો કોલ કર્યો ત્યારે પરિણીતાનો પતિ હોવાથી પરિણીતાએ સમગ્ર બાબતની જાણ પતિને કરી દીધી હતી. જે બાદ પરિણીતા અને પતિ ફરિયાદ નોંધાવવા માટે ઓલપાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે હાલમાં મુકેશ તેમજ રજની સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!